• વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડ પર 29 ઓક્ટોબરના રોજ બે નરાધમો દ્વારા યુવતિના મોંઢે ડુચા મારીને તેના પર દુષ્કર્મ આચર્યાના કમકમાટીભરી ઘટના સામે આવી
  • 4 નવેમ્બરે વલસાડ સ્થિત ગુજરાત ક્વિન ટ્રેનના ડી-12 કોચમાંથી યુવતિની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી
  • યુવતિએ જીવન ટુંકાવ્યાને આજરોજ 14 દિવસ જેટલો સમય વિતી ગયો છે. તેમ છતાં આ મામલે પોલીસને હજી સુધી આરોપીઓ સુધી પહોંચવામાં કોઇ સફળતા મળી નથી
  • વેક્સીન ગ્રાઉન્ડ નજીક આવેલા કોમ્પલેક્ષના સીસીટીવીમાં 2 શકમંદો કેદ થયા હોવાના સીસીટીવી સામે આવ્યા

WatchGujarat. વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડ પર દિવાળી પુર્વે બે નરાધમો દ્વારા વડોદરાની એન.જી.ઓ.માં કામ કરતી યુવતિ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દુષ્કર્મની ઘટનાને એક અઠવાડિયા જેટલો સમયવિતી ગયા બાદ યુવતિએ ગુજરાત ક્વિનમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. હાલ આ મામલે વડોદરા પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એફ.એસ.એલ, ડોગ સ્કવોર્ડ, તથા રેલવે પોલીસ કામગીરી કરી રહી છે. આખરે સમગ્ર મામલામાં સંડોવાયેલા બે શકમંદો સીસીટીવીમાં જોવા મળ્યા છે. જેથી શંકાના આધારે પોલીસે સીસીટીવીમાં દેખાતા બન્ને શકમંદોની શોધખોળ હાથ ધરી છે.

વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડ પર 29 ઓક્ટોબરના રોજ બે નરાધમો દ્વારા યુવતિના મોંઢે ડુચા મારીને તેના પર દુષ્કર્મ આચર્યાના કમકમાટીભરી ઘટના સામે આવી હતી. દુષ્કર્મની ઘટનાના એક અઠવાડિયા બાદ 4 નવેમ્બરે વલસાડ સ્થિત ગુજરાત ક્વિન ટ્રેનના ડી-12 કોચમાંથી યુવતિની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલાની તપાસ કરી રહેલી રેલવે પોલીસના હાથે એક ડાયરી લાગી હતી. જેમાં યુવતીએ તેણે પોતાના સાથે થયેલી દુષ્કર્મની ઘટના વર્ણવી હતી. ત્યાર બાદ પોલીસે તે દિશામાં વધુ તપાસ આદરી હતી. યુવતિએ જીવન ટુંકાવ્યાને આજરોજ 14 દિવસ જેટલો સમય વિતી ગયો છે. તેમ છતાં આ મામલે પોલીસને હજી સુધી આરોપીઓ સુધી પહોંચવામાં કોઇ સફળતા મળી નથી. પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળની આસપાસના સીસીટીવીના ફૂટેજની ચકાસણી તથા શકમંદોની પુછપરછ હાથ ધરી રહી છે.

પોલીસ તપાસને 14 દિવસ જેટલો સમયવિતી ગયા બાદ વેક્સીન ગ્રાઉન્ડ નજીક આવેલા કોમ્પલેક્ષના સીસીટીવીમાં 2 શકમંદો કેદ થયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જો કે, આ બંનેની ગુનામાં કોઇ સંડોવણી છે કે નહિ તે અંગે સત્તાવાર રીતે કોઇ પણ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી. સીસીટીવીમાં કેદ થયેલા બન્ને શકમંદો ઘટનાના સમયે જ વેક્સિન ગ્રાઉન્ડ તરફથી રસ્તો ઓળંગી સાંજના 6-50 વાગે પસાર થતાં સીસીટીવીમાં કેદ થયા છે. જેથી પોલીસે શંકાના આધારે સીસીટીવીમાં કેદ થયેલા બન્ને શકમંદોની શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખીય છે કે, પોલીસની એક નહિ પરંતું પાંચ પાંચ શાખાઓ કામે લાગી છે. અત્યાર સુધીની કામગીરીમાં પોલીસે સેંકડો સીસીટીવી ફૂટેજીસ ફેંદી કાઢ્યા, અનેક લોકોની પુછપરછ હાથ ધરી છે. આ દરમિયાન ગત મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શકમંદની અટકાયત કરી તેની ઘનિષ્ટ પુછપરછ હાથ ધરી છે. જોકે આ વ્યક્તિ સુરત રેલવે સ્ટેશન પર યુવતિનો સતત પીછો કરતો હોવાની આશંકાએ પોલીસે તેની અટકાયત કરી આંકરી પુછતાછ કરવામાં આવી રહીં છે.

Facebook Comments Box

Videos

Our Partners