4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી
પોલીસ તપાસમાં યુવતિએ હાથે લખેલી ડાયરી મળી આવી, જેમાં 2 લોકોએ દુષ્કર્મ આચર્યા અને ત્યાર બાદ યુવતિને ઘરે પહોંચવામાં મદદગારી કરનાર ડ્રાઇવરનો ઉલ્લેખ
WatchGujarat. દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીનના ડી-12 કોચમાં ગળે ફાંસો ખાધેલી યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે કોચની સફાઇ કામદારને થતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ અંગે તપાસ કરતા પોલીસની એક ટીમને તેણે લખેલી ડાયરી હાથ લાગી હતી. જેમાં આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જાણ થતા જ વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો ન હતો. જો કે, યુવતી પાસે મળી આવેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે GRPની ટીમે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ કરતાં યુવતીના રૂમમાંથી GRPની ટીમને એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં યુવતીએ તેની આપવીતી જણાવી હતી. એમાં ધનતેરસના દિવસે યુવતી એન.જી.ઓ.માં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે 2 લોકોએ રીક્ષામાં તેનું અપહરણ કરી લીધી હતું. એ બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી. જેને ધ્યાને રાખીને તપાસ લંબાવવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં ઘટના સ્થળેથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા. જે અંગેની નોંધ ડાયરીમાં મળી આવતાં GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. એન.જી.ઓ.ના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત તૂટી ગઈ હતી. યુવતીએ તેના પરિવારને કહેવાની હિંમત પણ દાખવી હશે, પરંતુ તેમની સાતે વાત થાય એમ ન હોવાથી છેવટે તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
આ બનાવ અંગે જી.આર.પી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, નવસારીમાં રહેતી 18 વર્ષીય યુવતિ વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી અને સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશિપ કરતી હતી. તે થોડા દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જવાનું જણાવી ઘરેથી નીકળી હતી.
એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું અને બીજા દિવસે યુવતિએ ગુજરાત કવીન ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મૂકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ લીધો હતો. ગુજરાત કવીન મોડી રાત્રે 12:30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી અને ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ માનસીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતાં તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પુત્રી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી: પિતા
આ બનાવમાં યુવતિના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યા મુજબ, પુત્રી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી ત્યારે જિલ્લામા તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થામાં માટે કામ કરતી હતી એમાં આત્મહત્યા કરનારા લોકો અને વિદ્યાર્થીઓને ખોટાં પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગ્રત કરવામાં આવે છે અને આજે તેણે આવું પગલું ભરી લેતાં પિતા ભારે આઘાતમાં મુકાયા છે. યુવતીએ તેના મોબાઈલથી સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ રીડ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત રહસ્ય રહી.