• વડોદરામાં અત્યાર સુધીના ઓમિક્રોન પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો કુલ આંક 25 પર પહોંચ્યો
  • આજે સાંજે શહેરમાં 4 ઓમિક્રોન પોઝીટીવ કેસ આવ્યા હોવાની પાલિકા તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી
  • શહેરવાસીઓ તકેદારી નહિ રાખે તો આ આંક વધી શકે છે

WatchGujarat. વડોદરા સહિત રાજ્યભરમાં શાળાઓ જતા બાળકોને કોરોનાની વેક્સીન મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સાંજે શહેરમાં 4 ઓમિક્રોન પોઝીટીવ કેસ આવ્યા હોવાની પાલિકા તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. લોકોની બેદરકારી કોરોનાની ત્રીજી વેવ નોતરી શકે છે તેવું કહેવામાં સહેજ પણ ખોટું નથી.

વડોદરામાં આજરોજ ઓમિક્રોન પોઝીટીવ આવેલા ચાર કેસો અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ અને દ્વિતીય કેસમાં 16 વર્ષિય યુવક અને 43 વર્ષિય મહિલા છે. બંને 29 નવેમ્બરના રોજ કેન્યાથી રીટર્ન થયા હતા. તેઓ આણંદના રહેવાસી છે. તેઓ 25 ડિસેમ્બરના રોજ વડોદરા આવ્યા હતા. અને તેમના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા સગાને ત્યાં રોકાયા હતા. 25 ડિસેમ્બરના રોજ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જો કે, 2 જાન્યુઆરી, 22 ના રોજ રિપોર્ટ નેગેટીવ આવતા તેઓ કેન્યા રીટર્નટ થયા હતા.

તૃતિય કેસની વિગત પ્રમાણે વડરસ રહેતો 39 વર્ષિય પુરૂષ ઘાનાથી પરત આવ્યો હતો. ઘાનાને હાઇ રિસ્ક કંટ્રીના લિસ્ટમાં મુકવામાં આવી છે. 25 ડિસેમ્બરના રોજ તેઓને રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેઓમાં ઓછા લક્ષણો જોવા મળ્યા હતા. 3 પ્રાથમિક અને 3 સેકન્ડરી ક્લોઝ કોન્ટેક્ટને સર્ચ કરવામાં આવ્યા હતા. તમામનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. દર્દી હોમ આઇસોલેશનમાં છે.

ચોથા કેસની વિગત પ્રમાણે, ફ્રાન્સથી રિટર્ન થયેલો 34 વર્ષિય પુરૂષ 19 ડિસે. અહિંયા આવ્યો હતો. જેનો આરટીપીસીઆર રિપોર્ટ 27 ડિસે.ના રોજ પોઝીટીવ આવ્યો હતો. તેઓ હોમ આઇસોલેશનમાં છે. આ દર્દીના સંપર્કમાં આવેલા 4 પ્રાથમિક ક્લોઝ કોન્ટેક્ટના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

આમ, વડોદરામાં અત્યાર સુધીના ઓમિક્રોન પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો કુલ આંક 25 પર પહોંચ્યો છે. જો શહેરવાસીઓ તકેદારી નહિ રાખે તો આ આંક વધી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud