• યુવતી વડોદરો મોટી બહેનના ઘરે ભણવા આવી અને જીજાજી પાછળ થઈ લટ્ટુ
  • પ્રેમમાં પાગલ યુવતી જીજાજી સાથે લગ્ન કરવાની જીદે ચઢી હતી
  • પ્રેમમાં લટ્ટુ યુવતી પોતાની બહેને ધમકીઓ આપતી
  • યુવતી માટે હેલ્પલાઈન અને મનોચિકિત્સકની મદદ લેવાઈ

WatchGujarat. અમદાવાદમાં રહેતી યુવતી વડોદરા મોટી બહેનના ઘરે ભણવા આવી અને જીજાજીના પ્રેમમાં પડી ગઈ. પ્રેમમાં પાગલ યુવતી જીજાજી સાથે લગ્ન કરવાની જીદે ચઢી હતી. અને વારંવાર પોતાનું ઘર છોડી જતી રહેતી હતી. દિકરીથી ત્રસ્ત માતાએ હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગી હતી. તેમજ પરિવારની આબરૂ ન જાય તે માટે દિકરીને મનોચિકિત્સક પાસે પણ મોકલવામાં આવી હતી. જે બાદ મનોચિકિત્સકને એક તરફી પ્રેમ હોવાનુ જાણવા મળતા તેઓએ બન્ને વચ્ચે અંતર રાખવા સલાહ આપી હતી.

અમદાવાદમાં રહેતા ડ્રાયફ્રુટના વેપારીને સંતાનમાં બે દિકરીઓ છે. જેમાં મોટી દિકરીના લગ્ન થઈ ગયા છે અને તે વડોદરા ખાતે રહે છે. જ્યારે નાની દિકરીએ વડોદરાની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્ષ કરવા એડમિશન લીધુ હતું. જેથી નાની દિકરીને તેના માતાપિતાએ ભણવા મોટી બહેનના ઘરે મોકલી હતી. આ દરમિયાન જીજાજીના પ્રેમમાં લટ્ટુ થઈ ગઈ હતી. શરુઆતમાં તો પરિવારના લોકોને તેમ લાગતુ હતુ કે આ યુવતીનું વર્તન સાળી અને જીજાજીના સંબંધોની જેમ મસ્તીના છે.

પરંતુ ધીરે-ધીરે તેમની દિકરીનું વર્તન શરમજનક સ્થિતિમાં મુકે તેવું થવા લાગ્યું હતુ. દિકરીની માતાએ ફોનમાં એવી ફરિયાદ કરી હતી કે, નાની દિકરીને તેના જીજાજીથી દુર રાખે તો તે ઘરમાં તોડફોડ કરે છે. આટલું જ નહીં તેને પોતાની સગી બહેનને ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતું. અને સાથે વારંનવાર માતાપિતાને પોતે આપઘાત કરી લેશે તેવી ચીમકી આપે છે. તેમજ તેણે તેની મોટી બહેનના ઘરે જવાનું ના પાડી દેતા તે ઘર છોડીને જતી રહે છે. તેના કારણે પરિવારને સતત તેની ચીંતા રહ્યા કરે છે.

આ બાદ હેલ્પલાઈન અને મનોચિકિત્સકની મદદ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતું. જેમા આ પ્રમ એકપક્ષીય હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી યુવતીને સમજાવવામાં આવ્યુ હતું કે લગ્ન એવી વ્યક્તિ સાથે કરાય જેમા બંને પક્ષને એકબીજા માટે સન્માન તથા પ્રમ હોય. પરંતુ તે જે તરફ જઈ રહી છે તેનાથી બે પરિવાની જીંદગી ખરાબ થશે. હાલ તે ભણવા પર તેનું ધ્યાન આપે. તેમ યુવતીને સમજાવવામાં આવ્યુ હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud