જાણીતી ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકી દ્વારા ઓનલાઈન પ્રશ્નોના જવાબ આપી કાર જીતવાનો દાવો કરતી લિંક સોશિયલ મીડિયામાં વાયરલ
ખોટા રિવ્યુ દ્વારા લોકોને વિશ્વાસમાં લેવાનું સાયબર માફિયાનોનું કાવતરૂ
આ પ્રકારની એક લાખથી પણ વધુ લિંક દેશભરમાં વાયરલ થઈ રહી છે, જેના દ્વારા લોકો સાયબર ક્રાઈમનો શિકાર બને છે
આ અગાઉ ડિમાર્ટના નામે શહેરના સોશિયલ મીડિયામાં લિંક વાયરલ થઈ હતી, જે વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું હતું
લિંક બનાવનારાઓ ભેજાબાજો વેબસાઇટ ખોલો ત્યારે અલગ એડ્રેસ દેખાય અને સ્ક્રિન પર જે વેબસાઇટ ઓપન થાય છે. આવી રીતે તેઓ ગુગલને પણ ઠગી રહ્યા છે – મયુર ભુસાવળકર, સાયબર એક્સપર્ટ
અંજલી વસાવા. હાલમાં સોશિયલ મીડિયામાં જાણીતી ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકી દ્વારા ઓનલાઈન પ્રશ્નોના જવાબ આપી કાર જીતવાનો દાવો કરતી લિંક વાયરલ થઈ રહી છે. જોકે આ લિંક વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે. જો તમારા સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોઈ લિંક આવે તો ચેતી જજો કારણે કે આ લિંક તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ લિંક દ્વારા લોકોની નામ, મોબાઈલ નંબર, ડિવાઇસ ઇન્ફોર્મેશન સહિતની અંગત વિગતો ભેગી કરવાનું આ કારતરૂ જોવા મળી રહ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા સમયે સમયે આ પ્રકારની લિંક વાયરલ કરવામાં આવતી હોય છે. જેના દ્વારા તે લોકો શિકાર બનાવે છે, અને તેમને અનેક રીતે નુકશાન પહોંચાડે છે. જેથી આ પ્રકારની લિંકથી સાવધાન રહેવાની જરૂર છે.
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે લિંકનું 360 ડિગ્રી એનાલીસીસ કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મયુર ભુસાવળકરે લિંક અંગે જણાવ્યું કે, આ લિંક અમેરીકાથી રજીસ્ટર્ડ છે. ક્લાઉડ બેઝ્ડ સર્વર પર છે. ટીએલડી કેટેગરીમાં આવતું ડોમેઇન છે. ઇન્ડસ્ટ્રીઝમાં મોટા માથા ગણાતા લોકો આ પ્રકારના ડોમેઇનનો ઉપયોગ કરે છે. ગઠિયાઓ માત્ર વિશ્વાસ કેળવવા માટે આનો ઉપયોગ કરે છે. આ એક ફિશીંગ લિંક છે. આ લિંક બનાવનારાઓ ભેજાબાજો વેબસાઇટ ખોલો ત્યારે અલગ એડ્રેસ દેખાય અને સ્ક્રિન પર જે વેબસાઇટ ઓપન થાય છે. તે અલગ છે. આવી રીતે તેઓ ગુગલને પણ ઠગી રહ્યા છે. આ પ્રકારની લિંક તમારો ફાયદો નહિ પરંતુ નુકશાન પહોંચાડવા માટે પુરતી છે. આવી લિંકોથી સાવચેત રહેવું. આ લિંક ભાયરીય સાયબર સ્પેસમાં તાજેતરમાં જ એન્ટર થઇ છે.
શું છે આ લિંકમાં
આ વાયરલ લિંકમાં દાવો કરવામાં આવ્યો છે કે, લિંકમાં આપેલા પ્રશ્નોના જવાબ આપીને તમે મારૂતિ કંપનીની કાર જીતી શકો છે. ઉપરાંત તેમાં મારૂતિ સુઝુકી કંપનીના 40 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ ઓફર આપવામાં આવી છ તેવો દાવો કરાયો છે. તેમાં 4 પ્રશ્નો આપવામાં આવે છે. જેમાં તમારી ઉંમર, જાતી જેવી વિગતો માંગવામાં આવે છે. આ પ્રશ્નોનો જવાબ આપનાર વ્યક્તિને ગિફ્ટ બોક્સ ઓપન કરવાનો મોકો મળે છે. જેમાં તમે ગમે તે બોક્સ ઓપન કરશો તો તમને સરળતાથી કાર જીત્યા છો તેવું સ્કિન પર જોવા મળશે. ઈનામમાં કાર જીત્યા બાદ તમે સ્ક્રીન પર કેટલીક શર્તો જોવા મળશે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમારે આ લિંકને સોશિયલ મીડિયા પર 5 વધુ ગ્રુપ અને 20થી વધુ વ્યક્તિને ફોર્વર્ડ કરવાની છે જે બાદ જ તમે તમારુ ઈનામ મેળવી શકશો. જો તમે આ લિંક ફોર્વર્ડ કરો છો તે બાદ તમારી પાસે તમારા એડ્રેસ સહિતની વિગતો પણ માંગવામાં આવે છે.
1 લાખથી પણ વધુ ફિસિંગ લિંક દેશભરમાં એક્ટિવ
કેટલાંક લોકો લાલચમાં આવીને આ પ્રકારની લિંક પોતાના મિત્રો અને પરિજનોને ફોર્વર્ડ કરી રહ્યાં છે. જો તમારા પાસે પણ આ પ્રકારની લિંક આવે તો તે ફોર્વર્ડ ન કરવી. મહત્વનું છે કે લોકોને વિશ્વાસમાં લેવા માટે આ લિંકમાં કેટલાંક ખોટા રિવ્યૂ પણ આપવામાં આવ્યા છે. જેમાં લોકોએ પોતાને કાર ઈનામમાં મળી હોવાનું જણાવ્યું છે. પરંતુ આ રિવ્યૂને તમે કોઈ પણ સમયે જોશો તો તે થોડી મિનિટો પહેલાં જ પોસ્ટ થયું હોવાનું દેખાશે. જેથી લોકોને લાગે છે કે આ લિંક દ્વારા લોકો સાચે ઈનામ મેળવી રહ્યાં છે. પરંતુ સાયબર માફિયા દ્વારા લોકોને પોતાના શંકજામાં લેવા માટેના આ તમામ કાવતરા કરવામાં આવતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ પ્રકારની 1 લાખથી પણ વધુ ફિસિંગ લિંક દેશભરમાં એક્ટિવ છે.
આવા પ્રયાસો સાયબર ગઠિયાઓ દ્વારા અવારનવાર કરવામાં આવતાં હોય છે.આ અગાઉ પણ જાણીતી રીટેઈલ કંપની ડિમાર્ટના નામે એક લિંક વાયરલ થઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓનલાઈન ફોર્મ ભરીને તમે 5 હજાર સુધીની ડિસ્કાઉન્ટ કૂપન મેળવી શકશો. પરંતુ જ્યારે આ લીંકની તપાસ કરવામાં આવી ત્યારે તે ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વૉચ ગુજરાતના અહેવાલ બાદ ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ લીંકને લઈને નોટીસ પણ જારી કરાઈ હતી. જેમાં લોકોને આ પ્રકારની લિંક ફોર્વર્ડ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી જ્યાં સુધી કોઈ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ આવી લિંકનો ઉપયોગ કરવો ના જોઈએ.