• વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સોમવારે અજીબો ગરીબ ઘટના સામે આવી છે
  • બપોરના સમયે જ્વાળાઓ સાથે પુરૂષની ચીસ સંભળાતા સ્થળ પર હાજર વકીલો તે દિશામાં દોડ્યા હતા
  • આગ ઓલવી નાંખી પુરૂષને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યો છે

WatchGujarat.  વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં એક વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જો કે, ઘટનાની જાણ થતાં જ સ્થળ પર વકીલોએ સ્થળે દોડી જઇ આગ ઓલવી હતી. અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી મેડીકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. હાલ આ મામલે વ્યક્તિ કોણ હતો, અને કયા કારણોસર તેણે આ પગલું ભર્યું તેની ઉંડાણ પુર્વક તપાસ હાથ શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સોમવારે અજીબો ગરીબ ઘટના સામે આવી છે. સોમવારે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ડિસ્ટ્રીક્ટ કોર્ટના પહેલા માળે એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટની સામે એક પુરૂષે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બપોરના સમયે જ્વાળાઓ સાથે પુરૂષની ચીસ સંભળાતા સ્થળ પર હાજર વકીલો તે દિશામાં દોડ્યા હતા. અને આગ ઓલવી નાંખી હતી. આધેડ પુરૂષની પીઠનો ભાગ આગ લાગવાને કારણે બળી ગયો હોવાનું દેખાઇ આવતું હતું. ઘટનાની જાણ થતા કોર્ટ રજીસ્ટ્રાર સહિતના વકીલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

આગ ઓલવી નાંખી પુરૂષને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યો છે. પ્રત્યદર્શીના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિના હાથમાં થેલી હતી. જેમાં કાગળીયા હતા. અને તે તેને ખુબ જ સાચવતો હતો. સ્થળ પર હાજર મીડિયા કર્મીએ વ્યક્તિને કંઇ પુછતા તેણે મૌન સેવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની કોર્ટમાં અગાઉ ક્યારેય આ પ્રકારની ઘટના બની નથી. આજરોજ બનેલી ઘટના કેમ થઇ, અને કયા કારણોસર પુરૂષે આ પગલું ભર્યું તે વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud