ગત તા. 26 નવેમ્બરના રાત્રીના સમયે ડ્યુટી પર ચાલતી જતી મહિલા કોન્સટેબલ પર હુમલો કરવાની ઘટના બની હતી.
અગાઉ રિક્ષામાં મહિલા કોન્સટેબલ સાથે માથાકુટ થતાં તેણીએ લાફો માર્યો અને રેલેવ પોલીસે ઠપકો આપી છોડી મુક્યો હતો.
મહિલા પોલીસ કોન્સટેબલ પર છરી વડે હુમલો કરનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
WatchGujarat. વડોદરા શહેરના દિનેશ મીલ રોડ પર ચાલતી જતી મહિલા કોન્સટેબલને એક અજાણી વ્યક્તિએ પાછળથી આવી ચોટલો પકડી છરી વડે પગ પર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે મહિલા કોન્સટેબલે ફરીયાદ નોંધાવી હતી અને હુમલાખોરને ઝડપી પાડવાની જવબદારી ક્રાઇમ બ્રાન્ચના સીરે આવી હતી.
શહેરના અકોટા પોલીસ લાઇન ખાતે રહેતી પાયલબેન ગામેતી રેલવે પોલીસમાં કોન્સટેબસ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 26 નવેમ્બરના રોજ પાયલબેન તેમની બહેનપણી સાથે ચાલતા નોકરી પર જવા માટે નિકળ્યા હતા. રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેઓ ચાલતા દિનેશ મીલ પાસે પહોંચ્યાં હતા. જ્યાં અચાનકથી તેમની પાછળ આવીને એક વ્યક્તિએ પાયલબેનનો ચોટલો પકડી સાથળ પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો.
છરી વડે હુમલો થયો હોવાથી લોહી વહેવા લાગ્યું જેથી તેઓ તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે પહોંચ્યાં હતા. દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે મહિલા કોન્સટેબલ પર આ રીતે છરી વડે હુમલો થયાની ઘટનાને શહેર પોલીસ દ્વારા ખુબ જ ગંભીરતા પૂર્વક ધ્યાને લેતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ હુમલાખોરને ઝડપી પાડવા કામે લાગી હતી.
ક્રાઇમ બ્રાન્ચે હુમલાખોરની ઓળખ કરતા તેનુ નામ વિજય રાઠવા હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે તેનુ કોઇ ચોક્કસ ઠેકાણુ ન હોવાથી તેને શોધવુ ખુબ કઠીણ હતુ. પરંતુ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું કે, વિજય રાઠવા લગ્ન પ્રસંગોમાં વાસણ ધોવાનુ છુટ્ટક કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ જાણકારી મળી કે, હુમલાખોર પ્રવિણ ઉર્ફે વિજય રાઠવા આજવા ચોકડી નજીક ભાઇકાક પાર્ટી પ્લોટ ખાતે મજુરી કામ આવ્યો છે. જાણકારી મળતાની સાથે જ પોલીસે સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો. પોલીસે હુમલાખોર પાસેથી હુલમા સમયે ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબ્જે કરી છે.
ક્રાઇમ બ્રાન્ચે પ્રવિણ ઉર્ફે વિજ રાઠવાની ધરપકડ કરી તેની પુછતાછ કરતા અધિકારીએ તેને મહિલા કોન્સટેબલ પર હુમલાનુ કારણ પુછતા તેણે કહ્યું, “એક લેડિઝ થઇને મને લાફો માર્યો, પોલીસ પાસે મને માર ખવડાવ્યો, બસ એજ વાતની દાઝ હતી સાહેબ એટલે ઘણા દિવસથી રાહ જોઇ રહ્યો હતો અને તે દિવસે મોકો મળ્યો અને કરી નાખ્યું”.