• ગોત્રી ચેકપોસ્ટ પાસેની કેનાલ નજીક પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ
  • મોટી સંખ્યામાં લોક ટોળુ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને ઉમટી પડતા આખરે ફરીયાદ નોંધી હતી
  • મોડી રાતે પીસીઆરના ડ્રાઇવર રસીક ચૌહણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહણની ધરપકડ કરવામાં આવી હતી.
  • હાલ સુરજસિંહ ચૌહણ દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે.

WatchGujarat. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલ.આર.ડી અને તેના મળતિયા ડ્રાઇવરે યુવક પાસે રૂ. 5000 ની માગણી કરી લઇ લીધા હતા. એકલતાનો લાભ ઉઠાવી હવસખોર પોલીસ કર્મીએ યુવતી સાથે રાતના અંધારામાં અવાવરૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. આ બનાવની ગંભીરતાને જોતા તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે તાત્કાલીક એકશન લઇ બન્ને સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. જોકે ત્યારબાદ બન્નેની ધરપકડ પણ કરવામાં આવી અને હાલ પોલીસ કર્મી જેલમાં છે. દરમિયાન તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પોણા બે વર્ષે હાલના પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગની સૂચનાથી કુકર્મી સુરજસિંહને ડીસમીસ કરવામાં આવ્યો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના

ગત વર્ષ 2020ના માર્ચ મહિની આ ઘટના છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતી તેના મિત્ર સાથે રાતના સમયે બાઇક ઉપર ફરવા માટે નિકળી હતી. બન્ને ગોત્રી ચેકપોસ્ટ નજીકથી પસાર થતી કેનાલ રોડ ઉપર બાઇક પાર્ક ઉભા હતી. તેવામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નં-9 તેમની પાસે આવી ઉભી રહીં ગઇ હતી. વાનનો ડ્રાઇવર રસીક ચૌહણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહણ બન્ને નિચે ઉતર્યા અને યુવક-યુવતીને ધમકાવવાનુ શરૂ કર્યું હતુ.

પોલીસને જોઇ ગભરાઇ ગયેલા યુવક પાસેથી રૂ. 5000ની માગણી કરવામાં આવી હતી. જોકે યુવક પાસે એટલી રોકડ રકમ ન હોવાથી પહેલા તો તેને ઇન્કાર કર્યો હતો. પરંતુ લાલચુ ડ્રાઇવર અને એલ.આર.ડી મ માન્ય, છેવટે ડ્રાઇવર રસીક યુવકને ગોત્રી રોડ પરના શેલ પેટ્રોલ પમ્પ પર લઇ જઇ કાર્ડ સ્વાઇપ કરાવી રૂપિયા લઇ લીધા હતા. આ દરમિયાન રાતના અંધરામાં એકલતાનો લાભ લઇ હવસખોર એલ.આર.ડી સુરજસિંહ યુવતીને નજીકના અવવારૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ.

અંદાજીત 15 મીનિટમાં પીસીઆરનો ડ્રાઇવર અને યુવક પરત કેનાલ પર આવી પહોંચ્યાં હતા. અને બાદમાં પોલીસની પીસીઆરમાં બેસી રસીક અને સુરજસિંહ ત્યાંથી નિકળી ગયા હતા. દરમિયાન યુવતીએ તેની સાથે બનેલી ઘટના યુવકને જણાવી અને જોત જોતામાં આ ઘટનાની જાણ વાયુ વેગની સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. રોષે ભરાયેલા લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડ્રાઇવર અને પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

મામલો વધુ બીચકાતા મોડી રાત્રે પી.સી.આર વાનના ડ્રાઇવર રસીક ચૌહાણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સુરજસિંહ ચૌહણ સામે દુષ્કર્મની ફરીયાદ થતાં બન્નેની ધરપકડ કરવામાં આવી આવી હતી. દરમિયાન તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવ હતી. હાલ સુરજસિંહ જેલમાં છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દીધી છે.

Facebook Comments Box

Videos

Our Partners