• વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખે ધર્માંતરણ અને અન્ય પ્રવૃતિઓ માટે સાજીદ પટેલ અને યુસુફ પટેલને રોકડા આપ્યા હતા
  • DCB એ પણ વડોદરા અને ભરૂચમાં વિદેશી ફન્ડિંગથી ધર્માંતરણની પ્રવૃત્તિમાં હાલ લંડન રહેતા અબ્દુલ્લા ફેફડવાલા અને દુબઈ સ્થિત મુસ્તુફાસૈફ સૈફુદ્દીન થાનાવાલા સામે ધરપકડ વોરંટ મેળવ્યું

WatchGujarat. વડોદરા ડિસ્ટ્રીકટ ક્રાઈમ બ્રાન્ચે ધર્માંતરણમાં આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ પાસેથી ₹3.71 લાખ મેળવનાર આમોદના આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના 2 હોદેદારોનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે. જ્યારે વડોદરા-ભરૂચ જિલ્લામાં ધર્માંતરણ સહિતના ષડયંત્રમાં ₹95 લાખનું ફન્ડિંગ કરનાર મૂળ નબીપુર અને હાલ લંડન સ્થિત ફેફડાવાલા તેમજ દુબઈ રહેલા મુસ્તુફા થાનાવાલા સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવ્યું છે.

વડોદરા અને ભરૂચના આમોદ ગામના કાંકરિયા ધર્માંતરણના ષડયંત્રમાં અત્યાર સુધી વડોદરા પોલીસે ઉંમર ગૌતમ, સલાઉદ્દીન શેખ સહિત 3 આરોપી જ્યારે ભરૂચ પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ વડોદરા અને ભરૂચ ખાતે અવાર નવાર ભેગા થઇ સુનિયોજીત કાવતરાના ભાગરૂપે નબળા અને પછાત વર્ગના લોકોને ટાર્ગેટ કર્યા હતા.

વિદેશથી મૂળ નબીપુરના અબ્દુલ્લા ફેફડાવાલાએ મોટુ આર્થીક ફંડ મોકલી તેઓના લોકલ મળતીયાઓ મારફતે લાલચ , પ્રલોભન અને નાણાંકીય મદદ પુરી કરી આવા નબળા વર્ગના લોકોને બ્રેઇન વોશ કરી મોટાપાયે ધર્માન્તરણ કરાવ્યું હતું. પુરાવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ આ અંગે ધર્માન્તરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમ્યાન અબ્દુલ્લા ફેફડાવાલા , સલ્લાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ નાઓએ અવાર નવાર ભરૂચની મુલાકાત લીધી હતી. સલાઉદ્દીન શેખે ભરૂચ તથા આસપાસના જીલ્લાઓમાં આફમી ટ્રસ્ટના FCRA એકાઉન્ટમાં આવેલા તેમજ હવાલા મારફતે આશરે ₹95 લાખ જેટલી રકમ ધર્માન્તરણ તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ માટે કેટલાક ઇસમોને આપ્યા હતા.

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાજીદ અહેમદ પટેલને વડોદરાના સલાઉદ્દીન શેખે રોકડ ₹3.71 લાખ આપ્યા હતા. આછોદના સાજીદ અહેમદ પટેલ અને યુસુફ વલીહસન પટેલે બૈતુલમાલ ટ્રસ્ટમાં બનાવટી પાવતીઓ બનાવડાવી આ રૂપિયામાંથી કાંકરિયા ગામ ખાતે ધર્મ પરિવર્તન થયેલા ઇસમોને આર્થિક મદદ કરી હતી.

વડોદરા DCB એ બૈતુલમાલ ટ્રસ્ટના બન્ને ટ્રસ્ટીઓનો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવ્યું હતું. બંને આરોપીઓનો ભરૂચ જ્યુડીશીયલ કસ્ટડીમાંથી મેળવી કબજો મેળવી તપાસ માટે ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે પણ CRPC 70 મુજબ લંડનના ફેફડવાલા અને દુબઈના મુસ્તફાનું ધરપકડ વોરંટ મેળવ્યું

ભરૂચ પોલીસ બાદ વડોદરા પોલીસે પણ ધર્માંતરણમાં મુખ્ય સૂત્રધાર અને ફન્ડિંગ કરનાર મૂળ નબીપુર અને હાલ લંડન રહેતા વોન્ટેડ ફેફડાવાલાનું ધરપકડ વોરંટ મેળવ્યું છે. વડોદરા DCB એ ચાર્જશીટ બાદ નહિ પકડાયેલા અબ્દુલ આદમ પટેલ ઉર્ફે અબ્દુલ્લા આદમભાઈ ફેફરાવાલા હાલ રહે . ફોરેસ્ટ ગેટ , 10 , દરબાન રોડ , લંડન , યુ.કે. મુળ રહે . નબીપુર ગામ ભરૂચ અને મુસ્તુફાસૈફ સૈફુદ્દીન થાનાવાલા મુળ રહે. 24, અલ બુર્હોન બિલ્ડીંગ , 25 સૈફી કોલોની , અંધેરી , મુંબઇ હાલ રહે . દુબઇ નાઓની ધરપકડ કરવાની બાકી હોય તેઓના કોર્ટમાંથી સી.આર.પી.સી કલમ 70 મુજબના વોરંટ મેળવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud