• એસઓજી પોલીસે ગાંજાનું છુટક વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો
  • ગાંજા સહિત એસઓજીએ રૂ.23 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ફતેગંજ પોલસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

WatchGujarat. વડોદરા શહેરમાં બિલ્ડીંગ કન્ટ્રકશનનું કામ કરી અંદર રાહે છુટકમાં છેલ્લા આઠ મહિનાથી ગાંજો વેચતા શખ્સને નિઝામપુરાથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંજા સહિત રૂ.23 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે ગાંજાના સપલાયરનું નામ તપાસમાં ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, નિઝામપુરા બસ ડેપો પાછળ વિહળકૃપા સોસાયટીમાં મુકેશ દેવજી સવાણી(પ્રજાપતિ) (ઉ.વ.43) ગાંજાનો જથ્થો રાખી તેના ઓળખીતા ગાંજાના બંધાણીઓને વેચે છે. અને હાલમાં તેને ગાંજાનો જથ્થો તેના મકાનના ઉપરના ભાગે નવી બંધાતી રૂમમાં રાખ્યો છે. આ બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 1 કીલો 177 ગ્રામ રૂ. 11.770 ની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો હતો. તથા ગાંજાના વેચાણ માટેની સામગ્રી મળી કુલ રૂ.23 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એસઓજીએ મુકેશ સવાણીને પકડી પાડી ગાંજાના સપલાયર અંગે પુછપરછ કરતા સોખડાગામના વિપુલ વિષ્ણુભાઈ રાજપુતનું નામ ખુલ્યું હતું. જેથી તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંજો વેચવાનો એમઓ

એસઓજી દ્વારા પકડાયેલ મુકેશ સવાણી બિલ્ડીંગ કન્ટ્રકશનનું કામ કરે છે. જે વધુ પૈસા કમાવા છેલ્લા આઠ મહિનાથી ગાંજાના સપ્લાયર વિપુલ રાજપુત પાસેથી મહિનામાં બે વાર એક-બે કિલોની માત્રમાં ગાંજો લાવી તેની પડીકીઓ બનાવી ઓળખીતા ગ્રાહકોને વેચતો હતો.

Facebook Comments Box

Videos

Our Partners