• ચા દરેક વર્ગના લોકોનું પ્રિય પીણું હોય છે. પછી એ કોઈ પણ ઉંમરનું હોય, ગરીબ હોય કે અમીર
  • વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા પ્રિયા સિનેમાની સામે સોનલબેને 5 સપ્ટેમ્બરથી ટી-પોસ્ટની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે
  • મારી સાથે ટી-પોસ્ટમાં કામ કરનાર તમામ દિવ્યાંગ સાથીઓ ધાર્યા કરતાં પણ વધુ સારી રીતે કામ કરે છે – સોનલ ગોસ્વામી, સંચાલિકા

WatchGujarat. આપણે દિવ્યાંગોની આવડતને ઓળખ્યા વગર તેમની અવગણના કરતાં હોઈએ છે. તેમને રોજગાર ક્ષેત્રે પણ સારી તક મળતી નથી. દિવ્યાંગ હોવાને કારણે તેમની અવગણના થતી રહેતી હોય છે. ઘણા ઓછા લોકો હોય છે જે તેમની અંદર રહેલી આવડતને ઓળખીને તેમને નવી તક આપતા હોય છે. આવું જ કામ કરી રહ્યાં છે વડોદરાના મહિલા ઉદ્યોગસાહસિક સોનલ ગોસ્વામી. સોનલ ગોસ્વામીએ તાજેતરમાં જ ટી-પોસ્ટ શરૂ કર્યું છે. જેમાં દિવ્યાંગોને પગભર થવા માટે તેઓ ને કામે રાખ્યા છે. વડોદરામાં સંભવિત રીતે આ પ્રકારે દિવ્યાંગજનોને પગભર થવા માટેની આ પ્રથમ તક છે. એટલું જ નહીં માત્ર 11 દિવસમાં જ આ ટી-પોસ્ટનું સુચારૂ રૂપે નિયમન કરી રહ્યા છે.

વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા પ્રિયા સિનેમાની સામે સોનલબેને 5 સપ્ટેમ્બરથી ટી-પોસ્ટની બ્રાન્ચ શરૂ કરી છે. દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા અને તેઓ પ્રત્યોની લોકોની માનસીકતા બદલવા માટે સોનલબેને શહેરમાં સંભવિત પ્રથમ વખત અનોખી પહેલ હાથ ધરી છે. ખાસ કરીને દિવ્યાંગો કામ કરી શકે તે હેતું સર સોનલબેને તાજેતરમાં જ ટી-પોસ્ટની શરૂઆત કરી છે. આ અંગે WatchGujarat.com સાથે વાત કરતાં સોનલબેને જણાવ્યું હતું કે, 6 મહિના પહેલા મને વિચાર ટી-પોસ્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. શરૂઆતમાં મારો હેતું અહિં માત્ર મહિલાઓ કામ કરે તેમ હતો. પરંતુ ત્યાર બાદ આ ટી-પોસ્ટમાં દિવ્યાંગ મહિલાઓને કામ આપ્યું છે.

Vadodara - sonal goswami
Vadodara – sonal goswami

તમામ ગેરમાન્યતાઓને પાછળ છોડીને અહિંયા દિવ્યાંગો કંઇક નવુ કરી રહ્યા છે

આ અંગે સોનલ બેન વધુમાં જણાવે છે કે, સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે દિવ્યાંગો સારી રીતે કામ નહીં કરી શકે, તેમને ઓર્ડક લેવામાં તકલીફ પડશે. પરંતુ એવું કઈ પણ બન્યું નથી. મારી સાથે ટી-પોસ્ટમાં કામ કરનાર તમામ દિવ્યાંગ સાથીઓ ધાર્યા કરતાં પણ વધુ સારી રીતે કામ કરે છે. એટલું જ નહીં તેઓ ગ્રાહક સાથે સારી રીતે વાતચીત કરી શકે છે, ઓર્ડર લઈ શકે છે. મહત્વનું છે કે આ માટે અમે કોઈ પણ પ્રકારની વિશેષ સાઈન રાખી નથી. તેમ છતાં તેઓ સારૂ કામ કરે છે. તેઓ ગુણવત્તા અને માપનું ચોક્કસ ધ્યાન રાખે શકે છે. તમામ ગેરમાન્યતાઓને પાછળ છોડીને અહિંયા દિવ્યાંગો કંઇક નવુ કરી રહ્યા છે. જે આગામી સમયમાં અન્યને પ્રેરણા આપશે.

ટી પોસ્ટ પર આવતા લોકોએ કરી સરાહના

આવી અનોખી પહેલ કરતી વખતે ઘણી પ્રકારની મુશ્કેલીઓનો પણ સામને કરવો પડતો હોય છે. પરંતુ સોનલબેન સાથે એવું કઈ પણ બન્યું નથી. આ અંગે તેઓ જણાવે છે કે, જ્યારે અમે શરૂઆત કરી ત્યારે વિચાર્યુ ન હતું કે આ પ્રયાસ આટલી જલ્દી સફળ થશે. થોડા જ દિવસોમાં અમે સારૂ નિયમન કરી શક્યા છે. જોકે અત્યારસુધી કોઈ પણ તકલીફ પડી નથી. અહિંયા આવતા લોકોને જ્યારે જાણ થાય છે કે કામ કરનાર કર્મીઓ દિવ્યાંગ છે ત્યારે તેઓ અમારા આ પ્રયાસની સરાહના કરે છે. એટલું જ નહીં ઘણા લોકો અહિંયા કામ કરનાર તમામ સાથે ગર્વથી ફોટો ક્લીક કરી રહ્યાં છે. જે અમારા માટે ઘણી ખુશીની બાબત છે.

દિવ્યાંગોની કામગીરી પર દેખરેખ રાખવા અને તેઓ ઝડપથી શીખી શકે તે માટે અહિં અન્ય સ્ટાફ પણ રખાયો

ભવિષ્યમાં પોતાના સપના અંગે જણાવતા સોનલબેન કહે છે કે, 6 મહિનાના પ્લાનિંગ પછી અમે 5 સપ્ટેમ્બરથી આ ટી-પોસ્ટ શરૂ કર્યું. ચા દરેક વર્ગના લોકોનું પ્રિય પીણું હોય છે. પછી એ કોઈ પણ ઉંમરનું હોય, ગરીબ હોય કે અમીર. આજે ચા એ દેશની સરહદો વટાવી છે. ત્યારે મારો હેતું છે કે ચાના માધ્યમથી હું લોકોમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃત લાવી, આ પ્રયાસને આગળ વધારી મારૂ લક્ષ્યાંક મેળવું. દિવ્યાંગોની કામગીરી પર દેખરેખ રાખવા અને તેઓ ઝડપથી શીખી શકે તે માટે અહિં અન્ય સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. પરંતુ દિવ્યાંગો અત્યંત સારી રીતે તેમને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud