બે કરોડ રૂપિયાની ઠગાઇના આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી
રાજ્યના મુખ્યમંત્રી,આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોપોરેશનને પણ લેખીતમાં ફરિયાદ કરી
કોઇ પેશન્ટ વેન્ટીલેટર ઉપર હોય તેના નામે પણ લંચ અને ડિનરના પૈસા લીધા હોવાનો આક્ષેપ
આ લડતમાં ફરિયાદ આપનારા વ્યક્તિઓની સંખ્યા વધીને 25 થઇ
WatchGujarat. હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલી શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી.એક પછી એક ભોગનાર લોકો બહાર આવતા જાય છે.ભોગબનનાર વધુ 14 લોકોએ હોસ્પિટલ સામે મોરચો માંડ્યો છે.એટલું જ નહીં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શહેરની સ્ટર્લિગ હોસ્પિટલમાં પેકેજમાં સમાવીષ્ટ સુવિધાઓના નામે પડાવી લીધેલા લાખો રૂપિયાના ગોલમાલમાં ભોગ બનેલા વધુ 14 વ્યક્તિઓએ પોણા બે કરોડ રૂપિયાની ઠગાઇના આક્ષેપ કર્યો છે.દિવાળીની રજાઓ દરમિયાન પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે. બીજી તરફ ભોગ બનનારાઓએ રાજ્યના મુખ્યમંત્રી,આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોપોરેશનને પણ લેખીતમાં ફરિયાદ આપતાં હવે ત્રણ મોરચે જંગ મંડાયો છે.આ લડતમાં ફરિયાદ આપનારા વ્યક્તિઓની સંખ્યા વધીને 25 થઇ છે.
ભોગ બનનારાઓનું કહેવું છે કે,ડો.સોનિયા દલાલના નામે અમારી પાસેથી પૈસા ઉઘરાવ્યા છે.મેડીકલ સ્ટાફ એક જ પીપીઇ કીટ પહેરીને રાઉન્ડમાં નીકળતા હતા આમ છતાં દરેક પેશન્ટ પાસેથી અલગ-અલગ પૈસા ઉઘરાવ્યા છે.કોઇ પેશન્ટ વેન્ટીલેટર ઉપર હોય તેના નામે પણ લંચ અને ડિનરના પૈસા લીધા છે. એક્સ રે જેવી સુવીધાઓ પેકેજમાં આવરી લેવાઇ હોવા છતાં અલગથી પૈસા વસુલવામાં આવ્યા છે.
આ પહેલા કોરોના મહામારીની વિકટ પરિસ્થિતીના દોરમાં સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટે પેશન્ટો પાસેથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા તેવો આક્ષેપ આ હોસ્પિટલમાં જ 2,865 પેશન્ટની સારવાર કરનારા પલ્મોનોલોજીસ્ટ ડો.સોનિયા દલાલે કરતાં ખળભળાટ મચી ગયો હતો.ત્યાર પછી વિવિધ શહેરોમાંથી 11 વ્યક્તિઓએ ગત સપ્તાહે પોલીસ કમિશનર કચેરીમાં હોસ્પિટલ મેનેજમેન્ટ સામે લેખીત ફરિયાદ આપી હતી.
અહીં જાણે કોણે કેટલા રૂપિયાની ફરિયાદ નોંધાવી છે?
નામ રૂપિયા
1.કૈલાશબેન સોલંકી 14.32 લાખ
2.હેમંતભાઇ પટેલ 4.55 લાખ
3.ઉષાબેન પટેલ 5.59 લાખ
4.સ્મિતાબેન નાણાવટી 10.46 લાખ
5.નૈમિશ નાણાવટી 2.40 લાખ
6.નેહા નાણાવટી 2.38 લાખ
7.હર્ષિલ નાણાવટી 95 હજાર
8.અરૂણાબેન પટેલ 7.71 લાખ
9.દિલીપભાઇ પટેલ 8.03 લાખ
10.જૈમિન પટેલ 2.25 લાખ
11.બાળગોપાલ અલવા 2.40 લાખ
12.ભગનભાઇ પટેલ 6.97 લાખ
13.મૂકેશ ભટ્ટ 5.25 લાખ
14.કલ્પિત શાહ 7 લાખ
અત્રે ઉલ્લેખનીય છે કે ડો સોનિયા દલાલનું હોસ્પિટલ સામે ચલાવેલું અભિમાન દિવસે-દિવસે મજબૂત બનતું જાય છે.તાજેતરમાં દિવાળીના તહેવારને લઇને વેકેશનમાં બીજા 14 ભોગ બનનારાઓએ પોણા બે કરોડ રૂપિયાની ઉચાપતના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ આપી છે.