ડોર ટુ ડોર કચરો ઉઠાવતો ટેમ્પાના ડરાઇવરે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
કચરાનો ટેમ્પો પુરઝડપે આવી સાઈડમાં ઉભેલી એક ગાડી પર ચઢી ગયો હતો
સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહોતી
અકસ્માત અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી
WatchGujarat. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની કામગીરી કરતો ટેમ્પાનો ડ્રાઇવર ટેમ્પો પૂર ઝડપે હંકારતો હોવાથી તેનો સ્ટિયરિંગ પરનો કાબૂ અચાનક ગુમાવી દેતા નજીકમાં ઊભેલી અન્ય કાર ઉપર ટેમ્પો ચઢી ગયો હતો. અને ક્યારેય ન જોયો હોય તેવો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, આજ વહેલી સવારે ડોર ટુ ડોર કચરો ઉઠાવતો ટેમ્પો ફતેપુરા હરણી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે જૂની રૂપમ ટોકીઝ પાસે આવેલા ચાણક્ય કોપ્લેક્ષની બહાર ડોર ટુ ડોર કચરો ઉઠાવતો ટેમ્પો પૂર ઝડપે દોડતો આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ટેમ્પો લબરમૂછ્યો ડ્રાઈવર હંકારી રહ્યો હતો. ટેમ્પો પૂર ઝડપે હોવાના કારણે ડ્રાઇવરનો સ્ટિયરિંગ પરનો કાબુ અચાનક ગુમાવી દીધો હતો. અને આખો ટેમ્પો ફિલ્મી દ્રશ્યોના જેમ હવામાં ફંગોળાઈ ગયો હતો.
આજુબાજુ ઉભેલા લોકો હવામાં ફંગોળાયેલ ટેમ્પાને જોવે અને કશું સમજે તે પહેલા તો આ કચરો ઉઠાવતો ટેમ્પો સાઈડમાં પાર્ક કરેલી એક ગાડી પર ચઢી ગયો હતો. આવા ફિલ્મી દ્રશ્યો જોઈને આજુબાજુ ઉભેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ અકસ્માત સર્જાયો ત્યારે કોઈ ગાડીમાં કોઈ બેઠું ન હતું. જેથી સદ્નસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નહોતી.
કચરો ઉઠાવતો ટેમ્પો ગાડી પર ચડી જતા તે ગાડીને ભારે નુકશાન થયું હતું. જેમાં તે ગાડી આખો આગળના ભાગના ભુક્કા થઇ ગયા હતા. અને સાથે પાર્કિંગમાં ઉભેલી ગાડીને પણ નુકશાન થયું હતું. આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.