• નિઝામપુરાના અંબાજી માતાના મંદિરમાં ચોરી થઇ હતી
  • નિઝામપુરા સાઈબાબા મંદિરમાં પણ ચોરીનો બનાવ સામે આવ્યો હતો
  • બંને મંદિરમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધી પોલીસે ચોરને ઘણતરીના કલાકમાં પકડી પડ્યો હતો.

WatchGujarat. વડોદરા શહેરમાં ચોરીના કિસ્સા દિન પ્રતિ દિન વધતા જઈ રહ્યા છે, જેમાં ચોરો પોલીસની સામે પડકાર કરી ધોળા દિવસે ચોરી કરતા હોય છે. ચોરીના કિસ્સા લોકોના ઘર સુધી સીમિત રહી ગયા હતા, પરંતુ આજે ચોરોએ મંદિરને પણ નથી છોડ્યું. જેમાં એક જ દિવસમાં ચોરે નિઝામપુરાના બે મંદિરમાં ચોરી કરી હતી. આ બનાવથી ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા મંદિર સંચાલકોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ઘણતરીના કલાકોમાં ચોરને પકડી પડ્યો હતો.

નિઝામપુરાના અંબાજી માતાના મંદિરમાં ચોરી

નિઝામપુરા રણછોડજી મંદિરની વાડી પાસે અંબાજી માતાનું મંદિર આવેલું છે. જેમાં ગત 4 ઓગસ્ટના રોજ સવારે 9.45વાગ્યા ની આરતી થયા બાદ પૂજારી બપોરના 12 વાગે મંદિર પરત ગયા તે દરમિયાન મંદિરમાંથી પિતળની ઘંટડી અને ત્રિશુલ આકારનું દીવી સ્ટેન્ડ આમ એ બંનેની કિંમત અંદાજે 1,300 રૂપિયા નું કોઈ ચોર ચોરી ગયું હતું જેને પગલે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

નિઝામપુરામાં જ સાઈબાબા મંદિરમાં પણ થઇ ચોરી

આ જ રીતે નિઝામપુરા પેટ્રોલ પંપ પાસે સાંઈબાબાનું મંદિર આવેલું છે જ્યા સવારમાં આરતી કર્યા બાદ હિરેનભાઈ રાજપૂત સાંજના સમયે મંદિર પરત ગયા તે દરમિયાન મંદિરમાં મુકેલ પિત્તળનું દીવી સ્ટેન્ડ અંદાજે તેની કિંમત 700 રૂપિયા નું કોઈ ચોર ચોરી ગયું હતું જેને પગલે આ બનાવની પણ ફરિયાદ ફતેહગંજ પોલીસ મથકે નોંધાઈ હતી.

આમ આ બંને મંદિરમાં એક જ દિવસે ચોરી થઇ હોવાની ઘટના બનતા નિઝામપુરા પોલીસે ચોર ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસ ને બાતમી મળી હતી કે એક ઈસમ મંદિર માંથી ચોરી કરેલો મુદ્દામાલ લઇ વહેંચવા નીકળ્યો છે જે હાલ નિઝામપુરા ગામ તરફ ચાલતો જઈ રહ્યો છે. આ બાતમીના આધારે ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ નિઝામપુરા ગામના અંબામાતાના મંદિર પાસે વૉચ ગોઠવી હતી અને આ દરમિયાન ત્યાં થી એક ઈસમ પ્લાસ્ટિકની બેગ લઇ ને પસાર થતા જોઈ પોલીસને તેની ઉપર શંકા જતા તેની તાપસ કરી હતી અને તેની પાસેથી મંદિરમાંથી ચોરેલી ચીઝ વસ્તુ મળી આવી હતી જેને પગલે પોલીસએ તે ઈસમની ધરપકડ કઈ લીધી હતી અને ફરિયાદના આધારે આગળની કર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud