• વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા સર્જાયો ગંભીર અક્સમાત
  • જીમમાંથી કસરત કરી પરત ઘરે જતી વેડાએ થયો હતો આ અકસ્માત
  • ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ
  • કારેલીબાગ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલની બહાર આજે બપોરના સમયે ગંભીર અક્સમાત થયો હતો. પાછળથી પુરપાટ આવી રહેલા ટ્રક ચાલકે મોપેડ પર સવાર મહિલાને અડફેટી લીધી હતી જેના કારણ યુવતિ ફંગોળાઈને જમીન સાથે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અક્સમાત થતા ટ્રક ચાલક તેનો ટ્રક છોડી પલાયન થઈ ગયો હતો. જે બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમા આવેલ ભાટવાડામાં રહેતી ઋત્વી રાવ (ઉ.25 વર્ષ) આજે બપોરના સમયે મુક્તાનંદ પાસે આવેલ જીમમાંથી કસરત કરી પરત તેના ઘરે તરફ જઈ રહી હતી. તે દરમિયાન મુક્તાનંદ સર્કલ તરફથી પુરપાટ આવતા ટ્રક ચાલકે મેન્ટલ હોસ્પિટલની બહાર તેને અડફેટે લીધી હતી. અક્સમાત થતા ઋત્વી હવામાં ફંગોળાઈને જમીન સાથે પટકાઈ હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઋત્વી રાવ ડેન્ટીસ્ટ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અક્સમાત થતા ટ્રક ચાલક તેનો ટ્રક છોડી સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઋત્વીને જોઈ રાહદારી દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલીક એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને તેને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાથે લઈ ગઈ હતી. જોકે આ સમયે ઋત્વીના પરિવારજનો તેને એસ.એસ.જી હોસ્પિટલથી એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતા. અક્સમાત બાદ હાલ ઋત્વીની શુ સ્થિતિ છે તે જાણવી મળી શક્યું નથી.

શહેરમાં ભારે વાહનોના પ્રવેશ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસ તથા ભારે વાહન ચાલકોની બેદરકારીના કારણે કોઈ પણ સમયે ભારે વાહનો શહેરમા પ્રવેશી જતા હોય છે. ભારે વાહન ચાલકો શહેરમા પુરપાટ તેઓના વોહન હંકારી લોકોના જીવ જોખમ મુકી દે છે. અને તેવામાં કેટાકને જીવ ખોવાનો વારો પણ આવે છે. હવે જોવાનુ એ રહે છે કે તંત્ર આ બનાવ બાદ શુ કાર્યવાહી કરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud