• જાહેર માર્ગ પર ટ્રાફિક સિગ્નલનો થાંભલો એવી દુર્દશા હાલતમાં
  • જેલ રોડ ઉપર SSGના ગેટ પાસે ટ્રાફિક સિગ્નલનો થાંભલો એક તરફ નમી ગયો
  • જો આ થાંભલો પડે તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે


WatchGujarat.વડોદરા વાસીઓ જો તમે જેલ રોડ પર ત્રણ રસ્તા પરથી નિકળતા હોય તો આ સમાચાર તમારે જાણવા ખાસ જરૂરી છે. ક્યારેય અહીં ટ્રાફિક સિગ્નલ પર ઉભા હોય તો ટ્રાફિક લાઇટના થાંભલાથી દૂર ઉભુ રહેવુ હિતાવહ છે. કારણ કે ત્રણ રસ્તા પાસે ઉભેલા ટ્રાફિક લાઇટનો પોલ ક્યારે પડે તેનું કંઇ નક્કી નથી.

વડોદરામાં જાહેર માર્ગ પર ટ્રાફિક સિગ્નલનો થાંબલો એવી દુર્દશામાં છે કે ક્યારે પડશે તેની તંત્ર રાહ જોઇ રહ્યુ છે એમ કહેવુ જરા ખોટુ નથી. કારણ કે અહીં રોજના અનેક લોકો પસાર થાય છે. પોલીસ-એમ્યુલન્સથી લઇને જાહેર જનતા આ ઉપર લટકી રહેલી આફતથી પસાર થાય છે. પરંતુ તંત્રની આંખ ઉઘડતી નથી.

શહેરના જેલ રોડ ઉપર SSGના ગેટ પાસે જે ટ્રાફિક સિગ્નલનો થાંભલો છે. જે એક તરફ નમી ગયો છે. આ રસ્તે હજારો લોકો અવર જવર થાય છે. જો આ થાંભલો પડે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. પરંતુ આજ સુધી તંત્રના ધ્યાને આવ્યુ નથી. જો આ થાંભલો પડે તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે માટે તાત્કાલિક ધોરણે આ રિપર કરવો ખૂબ જરૂરી બને છે.

જાહેર માર્ગ પર અટકેલી આફત જોઇને લાગે છે તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું છે. વહેલી તકે તંત્ર આ ઝુકી ગયેલા ટ્રાફિક લાઇટના પોલનું સમારકામ કરાવે તે ખૂબ જ જરૂરી છે. બીજો સવાલ એ થાય કે અહીં ત્રણ મુખ્ય રસ્તા મળે છે આવા મોટા જાહેર માર્ગ પર આફત ઉપર લટકી રહી છે છતાં તંત્રના ધ્યાને આવ્યુ નથી. અથવા તો ધ્યાને આવ્યુ તો બેદરકારી શા માટે દેખાઇ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners