• પીડીતાને રિક્ષામાં બળબજરી બેસાડી વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું
  • પીડિતાની સાયકલ પંચર હતી અને તે દોરીને લઇ જતી હતી ત્યારે પાછળથી ધક્કો મારી આંખે પાટા બાંધી દેવામાં આવ્યાં
  • સંસ્થાની મેન્ટર પીડિતાને પહોંચેલી ઇજાઓ અને તેણીએ લખેલી ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યાં હતા
  • વોટ્સઅપ મેસેજીસ ડીલીટ કરી નાખ્યાં હોવાનુ તપાસમાં જણાયુ
  • સંસ્થાનુ હીત ઇચ્છતી વ્યક્તિઓ પીડિતાની સાયકલ અંગે કંઇ સ્પષ્ટ જણાવતા નહીં હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ
  • વલસાડ રેલવે પોલીસ મથકે IPC 376(d) ગેંગ રેપ, 365 અપહરણ અને ખોટી રીતે કેદ, 323 ગંભીર ઇજા પહોંચાડવી, 306 આત્મહત્યા માટે ઉશ્કેરણી, 342 ખોટી રીતે કેદ, 201 પુરાવાનો નાશ કરવો તે મુજબ નોંધવામાં આવ્યો છે ગુનો

WatchGujarat. વડોદરા વેક્સીન ગ્રાઉન્ડ પર થયેલા ગેંગ રેપમાં ગતરોજ વલસાડ રેલવે પોલીસે આ મામલે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત બળાત્કારની ફરીયાદ નોંધી છે. વલસાડ રેલવે પોલીસ સ્ટેશમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતિ સાથે થયેલા દુષકર્મ દરમિયાન તેણીને પહોંચેલી ઇજાઓ તથા તેણીએ લખેલી ડાયરીના ફોટા સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપના માધ્યમથી સંસ્થાની મેન્ટોરે મોકલ્યાં હતા. જે ફોટા ડીલીટ પણ કરી નાખવામાં આવ્યાં હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યું હતુ. જેને પગલે આ ચકચારી ગેંગ રેપ કેસમાં મહત્વના સંભવિત પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હવે આ મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગત તા. 29 ઓક્ટોબરના રોજ ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતિ સાથે દુષકર્મની ઘટના ઘટી હતી. 4 નવેમ્બરના રોજ યુવતિની ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. મામલાની તપાસ કરતી પોલીસે એક્સીડેન્ટલ ડેથની નોધ કરીને વધુ કાર્યવાહી હીથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને એક ડાયરી મળી આવી હતી. જેમાં યુવતિ સાથે દુષકર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે દુષકર્મ કેસના આરોપીઓને પકડી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ આ મામલાની તપાસને 15 દિવસ વિતી ગયા છે. પરંતુ આરોપીઓ હજી પણ પોલીસની ધરપકડથી દુર છે. ગતરોજ આ મામલે વલસાડ રેલવે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં યુવતિને મદદ કરનારા બસ ચાલકે જણાવ્યા મૂજબ, 29/10/2021 ના રોજ યુવતિ તેની સાયકલ લઇને જગદીશ ફરસાણવાળી ગલીમાંથી પસાર થઇ રહી હતી. દરમિયાન બે અજાણ્યા શખ્સો દ્વારા સાયકલને ધક્કો મારતા તે નિચે પડી અને આંખે પાટા બાંધી બળજબરી રિક્ષામાં બેસાડી તેણીને લઇ જવામાં (વેકિસ્ન ગ્રાઉન્ડ) આવી હતી. જ્યાં યુવતિના હાથ બાંધીને તેના પર દુષકર્મ આચર્યું હતું. ઘટના દરમિયાન ખાનગી કંપનીમાં કોન્ટ્ર્ક્ટ પર બસ લઇને આવતા ડ્રાઇવરે રીક્ષા જોઇ હતી. સ્થળ પર ઝાડ નીચે રીક્ષા ઉભી હોવાથી બસ પાર્ક કરવા માટે આગળ જતા ગ્રાઉન્ડમાંથી એક છોકરીનો અવાજ આવ્યો હતો. બસની લાઇટ ચાલુ હોવાને કારણે પાંચ-સાત ફૂટના અંતરે ઝાડની ઓથે ઉભે રહેલી છોકરીએ “અંકલ” કહીને બુમ પાડી હતી. ત્યારે ડ્રાઇવરની નજર તેની ઉપર પડી હતી અને તેણીએ જણાવ્યું હતુ કે, સામે બે છોકતરાઓ ઉભા છે તેમણે રેપ કર્યો છે. અને બળજબરી રિક્ષામાં બેસાડી લઇ આવ્યાં હતા. આ દરમિયાન બન્ને નરાધમો ત્યાં જ ઉભા હતા. જેથી ડ્રાઇવર બસમાંથી ટોમી લઇ ઉતરવા જતા બન્ને ગ્રાઉન્ડ તરફ ભાગ્યા હતા.

આ બે પૈકીના એક યુવકે પેન્ટ અને શર્ટ પહેર્યું હતુ, જ્યારે બીજાએ પેન્ટ અને ટી-શર્ટ પહેર્યું હતુ. જોકે અંધારૂ હોવાથી ડ્રાઇવર તેમના મોઢા જોઇ શક્યો ન હતો. ત્યારે છોકરીને ડ્રાઇવરે પુછતા તેણીએ જણાવ્યું હતુ કે, મારી સાયકલ પંચર થઇ જતા તે સાયકલ દોરીને જઇ રહી હતી. ત્યારે બે વ્યક્તિઓએ સાયકલ પાડી દઇ જબરદસ્તી રીક્ષામાં બેસાડી તેના હાથ બાંધી દીધા હતા. અને તેણી પર બળજબરી પુર્વક દુષકર્મ આચર્યું હતું. દરમિયાન ભરવાડ કાકાએ આવીને પણ યુવતિની મદદ કરી હતી. આ દરમિયાન પીડિતાને વિશ્વાસ અપવાતા ડ્રાઇવરે કહ્યું હું તારા પિતા સમાન છું, તારી સાથે જે બન્યું હોય તે સાચુ કહેજે, ત્યારે પીડિતાને વિશ્વાસ આવતા તેણે પોતાની આપવિતી જણાવી કહ્યું કે, મને લઇ આવેલા બન્ને છોકરાઓએ મારી સાથે રેપ કર્યો છે. આ સમયે બસની પાછળ ઉભેલી રિક્ષા પણ ગાયબ થઇ ગઇ હતી.

વધુમાં બસ ચાલકે જણાવ્યું કે, એક છોકરી દુષ્કર્મની પીડિતાને લેવા આવી હતી. ત્યાર બાદ ઘટના અંગે પોલીસને જાણ કરવા મેં જણાવ્યું હતું. જો કે, આ અંગે તેઓએ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ઘટના અંગેની કાર્યવાહી જાણવા ફોન કરતા સામેથી કોઇ જવાબ આવ્યો ન હતો. અને હવેથી ફોન નહિ કરતા તેમ જણાવી દીધું હતું. જેથી બસ ચાલકે ફોન નંબર ડીલીટ કરી દીધો હતો.

તપાસ દરમિયાન પી.એમ. નોટમાં પીડિતાના શરીરે ઇજાઓ પહોંચી હોવાનુ જણાઇ આવ્યું હતું. સમગ્ર મામલે સીસીટીવી, ટેકનીકલ સર્વેલન્સ અને ત્રણ સાહેદોના નિવેદનો પરથી ઘટનાને સમર્થન મળ્યું હતું. તથા પીડિતાના શરીરે પહોંચેલી ઇજાઓના ફોટા સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ સંસ્થાના ટ્રસ્ટીઓને પીડિતાએ લખેલી ડાયરીના છેલ્લા અડધા પાના મોબાઇલમાં ફોટા પાડીને વોટ્સએપથી મોકલ્યા હતા. જે ડીલીટ કરી નાંખ્યા હોવાનુ તપાસમાં ખુલ્યુ હતુ. તથા પીડિતાએ પોતાની ડાયરીમાં લખેલા તે બાદના પાના ફાડી નાંખ્યા હોય તેવું પણ તપાસમાં સામે જણાઇ આવે છે. તેની સાથે પીડિતા જે સાયકલ વાપરતી હતી તે વિશે ટ્રસ્ટીઓ, કે સંસ્થાના અન્ય કોઇ વ્યક્તિઓ દ્વારા હજી કોઇ સ્પષ્ટ જાણકારી પોલીસને આપવામાં આવી નથી. આમ, સંભવિત પુરાવાનો નાશ કરાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners