• સામાન્ય રીતે દિવાળી ટાણે ફટાકડો ફૂટવાને કારણે આગ લાગવાની ઘટનાઓ ઘટતી હોય છે
  • ગતરોજ શહેરના પ્રતાપનગર દાલવાડી નાની શાક માર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષ બહાર અડધો ડઝન જેટલા વાહનો પાર્ક કર્યા હતા
  • પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, કચરામાં લાગેલી આગ વાહનોમાં પ્રસરતા ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન

WatchGujarat. વડોદરામાં દિવાળીના ફટાકડા ફોડવાનું બંધ હોય તેવા સમયે અડધો ડઝન વાહનોમાં આગ લાગવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આજરોજ મળસ્કે શહેરના સિટી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર પાર્ક કરેલા અડધો ડઝન જેટલા વાહનો આગમાં હોમાઇ ગયા હતા. જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, વાહનો નજીક કચરાના ઢગલામાં મહિલાએ આગ ચાંપતા તે વાહનોમાં પ્રસરી હોવાનું અનુમાન છે.

સામાન્ય રીતે દિવાળી ટાણે ફટાકડો ફૂટવાને કારણે આગ લાગવાની ઘટનાઓ ઘટતી હોય છે. પરંતુ વડોદરામાં આજરોજ વહેલી સવારે સિટી વિસ્તારમાં આશ્રર્ચજનક રીતે આગ લાગી હતી. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પ્રતાપનગર દાલવાડી નાની શાક માર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષ બહાર અડધો ડઝન જેટલા વાહનો પાર્ક કર્યા હતા. ગતરોજ મળસ્કે વાહનોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. અને જોત જોતામાં અડધો ડઝન વાહનો આગમાં હોમાઇ ગયા હતા.

સમગ્ર ઘટના અંગેની જાણ સ્થાનિકને થતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને કોલ કર્યો હતો. કોલ મળતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં આગ કેમ લાગી તે અંગેનું કારણ હજી પણ અકબંધ છે. જો કે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, વાહનોની પાસે કચરાનો ઢગલો હતો. તેમાં મહિલાએ આગ ચંપી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગ વાહનોમાં પ્રસરી જવાથી ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud