શહેરના યુવા કોર્પોરેટરના પિતાનું સેનેટરી ઈન્સ્પેક્ટર સાથે બેહૂદું વર્તન, અગાઉ ટાંકી પર જઈ હંગામો મચાવ્યો હતો
પાલિકાના વોર્ડ નં.7ના ભાજપના મહિલા કોર્પોરેટર ફરી એક વખત પિતાના બેહૂદા વર્તનના કારણે વિવાદમાં સપડાયા છે
સફાઈની બાબતે બોલાચાલી થતા આખો મામલો કારેલીબાગ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો
અગાઉ પણ કોર્પોરેટરના પિતાએ હંગામો કરીને શહેરના ઈજનેરને રૂમમાં પૂરી દીધો હતો
WatchGujarat. વડોદરા શહેર પાલિકાના વોર્ડ નં.7ના ભાજપના મહિલા કોર્પોરેટર ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. મહિલા કોર્પોરેટરના પિતાના બેહૂદા વર્તનના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડ.7ના ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ સફાઈ મામલે વોર્ડ.8ના સેનેચરી ઈન્સ્પેક્ટર સાથે બેહૂદુ વર્તન કર્યું છે. જેના કારણે આખો મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો.
શહેરના ભાજપના મુખ્ય હોદ્દેદારો અને પાલિકાના મેયર સહિતના મુખ્ય આગેવાનો પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા ગયા છે. આ સમયે કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાએ સફાઈ મામલે વોર્ડ.8ના સેનેટરી ઈન્સ્પેક્ટર કલ્પેશ મકવાણા સાથે ઉગ્ર દલીલો કરી હતી. ઉપરાંત એક તબક્કે વોર્ડ ઓફિસર મગન વણઝારાની હાજરીમાં મામલો બીચક્યો હતો. આ દલીલો એટલી હદ સુધી વધી ગઈ હતી કે આખરે આ મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નરેશ રાણાએ કારેલીબાગ પાણીની ટાંકી પર હંગામો મચાવ્યો હતો. જેમાં તેમને ઈજનેરને રૂમમાં પણ પૂરી દીધો હતો. ત્યારે નાગરવાડા નવીધરતીમાં સફાઈના પ્રશ્ને કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ ફરી એક વખત વૉર્ડ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.
આ મામલે વૉર્ડ.8ના વોર્ડ ઓફિસર મગન વણઝારાએ જણાવ્યું હતું કે, મારી પર ફોન આવ્યો હતો અને સેનેટરી ઈન્સ્પેક્ટર કલ્પેશભાઈને બોલાવો તેમ કહેવાયું હતું. જે બાદ મામલે કોર્પોરેટરના પિતા નરેશ રાણા અને સેનેટરી ઈન્સ્પેક્ટર કલ્પેશ મકવાણા વચ્ચે સફાઈની બાબતે બોલાચાલી થઈ હતી. મામલો વધારે ગરમાતા કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો.