મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિષદમાં 10-11 જાન્યુઆરી દરમિયાન ભાગ લેવા માટે આવશે
સમિટમાં 15થી 20 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઇ રહ્યા છે
WatchGujarat મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં ગઇ કાલે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી મંત્રી મંડળની બેઠકમાં જાન્યુઆરી 10-11-12 તારીખો દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન થયું હતું. જેમાં જણાવાયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિષદમાં 10-11 જાન્યુઆરી દરમિયાન ભાગ લેવા માટે આવશે અને એમના શિડ્યુઅલ અંગે વડાપ્રધાન કાર્યાલય સાથે સતત પરામર્શ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ 6 જેટલા ટચૂકડાં દેશોના વડાઓએ પરિષદમાં ભાગ લેવા માટે સંમતિ દર્શાવી છે. જે દેશનાં વડાઓ પરિષદમાં આવનાર છે તેની યાદી નીચે મુજબ છે.
- દક્ષિણ આફ્રિકન દેશ મોઝામ્બિકના પ્રેસિડેન્ટ ફિલિપ ન્યૂસી,
- મધ્ય અને દક્ષિણ પૂર્વ યૂરોપિયન દેશ ક્રોયેશિયાનાં પ્રેસિડેન્ટ ઝોરાન મિલનોવિક,
- મધ્ય યુરોપિયન દેશ સ્લોવેનિયાના પ્રેસિડેન્ટ બોરૂત પાહોર,
- પડોશી દેશ નેપાળનાં પ્રેસિડેન્ટ બિદ્યા દેવી ભંડારી
-અતિ નાના યુરોપિયન દેશ લક્ઝમ્બર્ગના વડાપ્રધાન ઝેવિયર બિટેલ સામેલ થશે.
સમિટમાં 15થી 20 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઇ રહ્યા છે. અલબત્ત આમાં કેટલા દેશોનાં ડેલીગેશન્સ રૂબરૂ આવશે અને કેટલા વર્ય્યુઅલી ભાગ લેશે એ અંગે કંઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવી જ રીતે વિવિધ દેશોના મુંબઇ - દિલ્હી સ્થિત 26 જેટલા એમ્બેસેડર્સે પણ રાજ્ય સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. પરંતુ એમાંય કેટલા પ્રત્યક્ષ અને કેટલા વર્ય્યુઅલ રીતે સામેલ થશે તે અંગે બાંધી મુઠ્ઠી રખાઇ રહી છે. જ્યારે દસ જેટલાં દેશોનાં મંત્રીઓના વડપણ હેઠળ ડેલીગેશન્સ આવવાની શક્યતા દર્શાવાઇ રહી છે.
સૂત્રોનાં જણાવ્યાં મુજબ કેબિનેટ બેઠકમાં લંબાણપૂર્વક થયેલા પ્રેઝન્ટેશનમાં અત્યાર સુધી 10મી વાઇબ્રન્ટ પરિષદ સંદર્ભે ક્યાં ક્યાં રોડ -શો યોજાયા, વિદેશમાં ક્યા ક્યા ડેલિગેશન ગયા,ક્યા ક્યા વિભાગો દ્વારા ક્યા વિષય ઉપર સેમિનારો યોજાયા તે બધી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળી હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિષદમાં 10-11 જાન્યુઆરી દરમિયાન ભાગ લેવા માટે આવશે
- સમિટમાં 15થી 20 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઇ રહ્યા છે