• તાપી જિલ્લામાં પ્રથમ ગામ એવું છે, જે સંપૂર્ણ ડિજિટલ બન્યુ
  • બુહારીગામનું પંચાયત ભવન સોલાર ઉર્જા થકી ચાલે છે
  • સ્ટ્રીટ લાઇટથી લઇને ગામમાં પીવાના પાણી માટે મિનરલ વોટરની સુવિધા

WatchGujarat. ડીજીટલ યુગમાં શહેરો તો ડીજીટલ બન્યા છે પરંતુ હવે ધીમે-ધીમે ગાંમડાઓ પણ ડીજીટલ બની રહ્યા છે.આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં કોઇ ડિજીટલ અને સંપૂર્ણ સુવિધાથી સજ્જ કોઇ ગામડું જોવા મળે તો…આજે એક એવા ગામડાની વાત કરીએ જેની ખાસીયતો જાણીને તમે પણ બોલી ઉઠશો “ગામ હોય આવું”.

આદિવાસી વસ્તી ધરાવતો અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા તાપી જીલ્લાનાં વાલોડ તાલુકાનું બુહારી ગામ સર્વાગી વિકાસથી સજ્જ છે. અંદાજે 6500ની વસ્તી ધરાવતા આ ગામના દરેક ફળીયામાં પાકા રસ્તા, પેવર બ્લોક, પીવાના પાણી, તમામ સુવિધા ભૂગર્ભ ગટર યોજના જેવી સુવિધા છે. આ સાથે જ ગામમાં WIFI, CCTV કેમેરા, ગામની પંચાયતની વેબસાઈટ બનાવી બુહારી ગામ સ્માર્ટ વિલેજ બનાવવા તરફ આગળ વધ્યું છે. તાપી જિલ્લામાં પ્રથમ ગામ એવું છે, જે સંપૂર્ણ ડિજિટલ બન્યુ છે અને હવે આ ગામ સોલર ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર તાપી જિલ્લામાં બુહારીગામનું પંચાયત ભવન સોલાર ઉર્જા થકી ચાલે છે.

આ બધા વચ્ચે તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું બુહારી ગામની ગ્રામ પંચાયતનું જે નવું ભવન બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે સેન્ટ્રલ એસી અને સોલાર ઉર્જાથી ચાલે છે. સમગ્ર તાપી જિલ્લામાં બુહારી ગ્રામ પંચાયત એ પ્રથમ એવી ગ્રામ પંચાયત વર્ષે જે સોલાર ઉર્જાથી ચાલે છે અને વીજળીની બચત કરે છે.
-અહીં પ્રાથમિક શિક્ષણથી લઇને વિનિયન કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે.
-વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે
-ગામમાં ડોર ટુ ડોર ગ્રાબેજ ક્લેક્શનની સુવિધા સાથે ફ્રી વાઇ -ફાઇ
-ફ્રી વાઇ-ફાઇથી ઓનલાઇન શિક્ષણ સરળ બન્યું
-ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઇન ફરિયાદોનું નિવારણ થાય છે.
-ગામના તળાવના બ્યુટી ફીકેશનનાં કામ માટે મંજૂરી મળી
-મહિલાઓને સ્વરોજગારી મળે તે માટે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ વર્ષના ગાળામાં આ ગામે અનેક વિકાસનાં કામો કર્યા છે.સ્ટ્રીટ લાઇટથી લઇને ગામમાં પીવાના પાણી માટે મિનરલ વોટરની સુવિધા પણ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud