વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને પણ ક્વોરન્ટાઈન રહેવું પડશે
11 દેશમાંથી આવતા મહેમાનોને 7 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે
આઠમાં દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે
જો ટેસ્ટ નેગેટિવ હોય તો પણ 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે
WatchGujarat.હાલ દેશ- દુનિયામાં ઓમિક્રોનનો ભય તોળાઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં જામનગરમાં સૌ પ્રથમ ઓમિક્રોનનો કેસ આવતા તંત્ર દોડતું થયુ છે. જ્યારે ધીમે-ધીમે કેસમાં વઘારો થયો છે.રાજ્યમાં 4થી વધુ કેસ નોંધાયા છે જેને લઇને તંત્રની ચિંતા વધી છે માટે આવતા મહિને ગાંધીનગરમાં યોજનાર વાયબ્રન્ટ સમિટને લઇને તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ વાયબ્રન્ટ સમિટમાં વિદેશમાંથી આવતા મહેમાનને લઇને તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.માટે કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
મળતી માહિતી મુજબ વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને પણ ક્વોરન્ટાઈન રહેવું પડશે. ત્યારે UK સહિત 11 દેશમાંથી આવતા મહેમાનોને 7 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં 11 દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ’ના ત્રિ-સૂત્ર સિદ્ધાંત અનુસાર રોગના દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં યુરોપીયન દેશો સહિત 11 દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની એસઓપી મુજબ એરપોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ 11 દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત 7 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન થવાનું રહેશે. અને આઠમાં દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.જો ટેસ્ટ નેગેટિવ હોય તો પણ 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. કલેક્ટરના જાહેરનામાની સીધી અસર એક મહિના પછી ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતા મહિને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યું છે. આવામાં વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને 7 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. જેમાં 11 દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમનું પાલન કરવાનું રહેશે. આ 11 દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.