ચોમાસા સત્રના બીજા જ દિવસે જ્યારે મજુરોના કાયદા સંદર્ભના બિલ પસાર કરવાની કાર્યવાહીની ચર્ચામાં રાત્રે જોરદાર હોબાળો
મજુર કાયદાને લઇને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની શાબ્દિક ટીપ્પણી બાદ કોંગ્રેસે આકરો વિરોધ કર્યો, દરમ્યાન MLA નૌશાદ સોલંકીએ પોતાનું માઈક ગૃહમાં છુટ્ટુ ફેક્યું
ગૃહમાં વિપક્ષનું સન્માન ન જળવાતું હોવાની રજૂઆત
ગાંધીનગર. વિધાનસભામાં ધારાસભ્યની ગેરવર્તણુકના અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. હાલ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલુ થઇ ગયું છે. ત્યારે વિધાનસભામાં ધારાસભ્યની ગેરવર્તણુકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોમાસા સત્રના બીજા જ દિવસે જ્યારે મજુરોના કાયદા સંદર્ભના બિલ પસાર કરવાની કાર્યવાહીની ચર્ચામાં રાત્રે જોરદાર હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રેક્ષક ગેલેરીમાંથી બોલી રહ્યા હતા ત્યારે સ્કોપ બહાર બોલવાના મુદ્રે ભાજપે તેનો વાંધો ઉઠાવ્યો હતો.
આજ સમયે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કટાક્ષમાં MLA નૌશાદ સોલંકીને કૉંટ્રાક્ટર કહેતા નૌશાદ સોલંકીએ ગૃહમાં માઇકનો છુટ્ટો ઘા કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં ચર્ચા સમયે ભારે હોબાળો થયો હતો. મજુર કાયદાને લઇને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની શાબ્દિક ટીપ્પણી બાદ કોંગ્રેસે આકરો વિરોધ કર્યો હતો. આ દરમ્યાન MLA નૌશાદ સોલંકીએ પોતાનું માઈક ગૃહમાં છુટ્ટુ ફેક્યું હતું.
આ ઘટના બાદ કોંગ્રેસ વિધાનસભામાંથી બહાર જઇને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે ભાજપ-કોંગ્રેસ સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી વિધાનસભાની ગેલેરીના પગથિયામાં જ ધરણા પર બેસી ગયા હતા અને કહ્યું નીતિન પટેલ કાતો મને કૉંટ્રાક્ટર સાબિત કરે કાતો માફી માંગે.
જેને પગલે કોંગ્રેસના હાજર ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવા પહોંચ્યા હતા. તેમણે અધ્યક્ષને ગૃહમાં વિપક્ષનું સન્માન ન જળવાતું હોવાની રજૂઆત કરી. વિધાનસભાની ગેલેરીના પગથિયામાં ધરણા પર બેઠેલા નૌશાદ સોલંકીને ઘણા સમજાવ્યા બાદ તેમણે પોતાના ઘરણા પુરા કર્યા હતા.