NCT ની લાઈનમાં ભંગાણનો 10 મો દિવસ, વિદેશના બજારોમાં કેમિકલની નિકાસ ઠપ થઈ
1800 ઉધોગોનું પ્રોડક્શન બંધ થતાં રોજનો કરોડોનો માર
અંકલેશ્વર. કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી એફ્લુઅન્ટ પાઈપલાનમાં પડેલું ભંગાણ 10 દિવસ વીતવા છતાં રીપેર ન થતા 1800 કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર બંધ પડવાથી રોજના કરોડોના પ્રોડક્શન લોસ સાથે નિકાસ ઉપર પણ મોટી અસર પડી રહી છે. માત્ર અંકલેશ્વર એસ્ટેટ રોજના 100 કન્ટેનર કેમિકલ વિદેશ રવાના કરે છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા જીઆઇડીસી 10 દિવસથી એક લીકેજ રીપેર ન થવાના કારણે બંધ થઇ છે. મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈન લીકેજ થયા બાદ ભારે વરસાદના કારણે રીપેરીંગમાં સતત વિલંબ થઇ રહ્યો છે. કેમિકલ ક્લસ્ટરમાંથી ડાઇઝ, પીગ્મેન્ટ, પેસ્ટિસાઇડ્સ, ઇન્ટરમીયેટ્સ અને બલ્ક ડ્રગ દુનિયાના દેશોમાં નિકાસ કરાય છે. રોજનું સરેરાશ 100 કન્ટેનર કેમિકલ માત્ર અંકલેશ્વર નિકાસ કરે છે. ત્યારે 10 દિવસથી બંધ ઉદ્યોગોની હાલત દયનિય બની છે.
ભારતમાંથી નિકાસ થતા કેમીકલનું માર્કેટ તોડવા ચીન સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. સસ્તા અને બલ્ક પ્રોડક્શનથી ચીન ભારતીય ઉત્પાદનો સામે મજબૂત લડત આપે છે. રીપેરીંગમાં થતો વિલંબ ઉપરાંત વીજધાંધિયાના કારણે કેમિકલ ઉદ્યોગોના પ્રોડક્શનને અસર પહોંચે છે. નિકાસકારો અનુસાર કોવીડ બાદ માંડમાંડ બેઠા થતા ઉદ્યોગોને આ બધી બાબતો પડતા ઉપર પાટુ મારે છે. એક અંદાજ મુજબ 10 દિવસમાં 1000 કરોડથી વધુના નિકાસને અસર પડી છે.
ગ્લોબલ માર્કેટમાં ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનોનો દબદબો છે. વિદેશી આયાતકાર ડિલિવરી સમય ઉપર માંગતા હોય છે અન્યથા પેનલ્ટી અને ઓર્ડર કેન્સલ કરવું સુધીના પગલાં લે છે ત્યારે ઠપ્પ થયેલા ઉદ્યોગો વિદેશી ગ્રાહક ગુમાવવાનો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે
ચાઇના સામે સ્પર્ધામાં એક્સપોર્ટ ઓર્ડર ડીલે
ઉધોગોનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ આપી વહન કરતી નર્મદા ક્લીન ટેકની લાઈન લીકેજથી બે વાર પ્રોડક્શન લોસ છે. ચાઈના સામે સ્પર્ધામાં એક્સપોર્ટ ઓર્ડર ડીલે થશે. સાથે જ સતત ચાલતા વીજ કંપનીના પ્રશ્નો ઉપર ધ્યાન અપાતું નથી. ઉધોગો ગ્લોબલ માર્કેટમાં હાલના કોરોના કાળમાં ટકવા મથામણ કરી રહ્યા છે ત્યાં NGT ની પાઇપલાઇન લીકેજ થી પ્રોડક્શન ઠપ થતાં ઉધોગ જગતને પડતા પર પાટુ પડ્યું છે. વહેલી તકે લાઈનનું સમારકામ કરાઈ તે અત્યંત જરૂરી બન્યું છે. -રાજેશ દુધાત, એકસપોર્ટર
કોરોના બાદ વધુ એક ખૂબ મોટું નુકસાન
પાઈપલાઇનમાં લીકેજ ના કારણે 10 દિવસથી બંધ છે વરસાદના કારણે તકલીફ પડે છે ઉત્પાદન બંધ છે આ પરિસ્થિતિમાં ફાર્મા અને બીજા ઉધોગોને અત્યારે ઉત્પાદન 4 મહિનાથી પ્રભાવિત હતું જેમાં હાલની સ્થિતિને લઈ ખુબ મોટું નુકશાન થઈ રહ્યું છે. કોરોનાને લઈ પહેલાથી જ ઉધોગ જગત માઠી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. જેમાં ભંગાણ એ ઉધોગો તેમજ ઉધોગકારોની કેડ તોડી નાખી છે. નિકાસ અટકી જતા ગ્લોબલ માર્કેટમાં સ્થાનિક ઉધોગોને કરોડોનો માર વેઠવાનો વારો આવ્યો છે. - અનિષ પરીખ, નિકાસકાર
- NCT ની લાઈનમાં ભંગાણનો 10 મો દિવસ, વિદેશના બજારોમાં કેમિકલની નિકાસ ઠપ થઈ
- 1800 ઉધોગોનું પ્રોડક્શન બંધ થતાં રોજનો કરોડોનો માર