• ગુગલના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પેટીએમ એપ્લીકેશન પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી
  • નોટબંધી બાદ ડિજીટલ વોલેટ પેટીએમ એપ્લીકેશન ખુબ જ પ્રચલિત બની હતી
  • પેટીએમ દ્વારા ગ્રાહકોના પૈસા સુરક્ષીત હોવાનું જણાવ્યું હતું
  • ઇ વોલેટ હટાવી દેવાના નિર્ણયને પહલે યુઝર્સે બોધપાઠ લેવો જોઇએ
source – google image

વડોદરા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાતોરાત નોટબંધી લાગુ કર્યા બાદ થી ડિજિટલ વોલેટ પે ટીએમ દેશ ભરમાં પ્રચલિત થઈ હતી. શુક્રવારે જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પે ટીએમ સંકળાયેલું હોવાને કારણે તેને ગૂગલ પ્લે સ્ટોર માંથી હટાવી દેવામાં આવ્યું હતું. પેટીએમ પર અચાનક કરવામાં આવેલી કામગીરીને પગલે કરોડો પે ટીએમ વોલેટ યુઝર્સના જીવ તાળવે ચોંટ્યા હતા.

વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાતોરાત નોટબંધી લાગુ કરી દેવામાં આવી હતી. અને લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તે સમય બાદથી લઈને પે ટીએમ દેશમાં ખૂબ જ પ્રચલિત થયું હતું. પે ટીએમ એક ડિજિટલ વોલેટ છે. જેમાં બેન્કમાંથી પૈસા એપ્લિકેશન માં ટ્રાન્સફર કરી તેના થકી ખરીદી થી લઈને પૈસા ટ્રાન્સફર કરવા સુધીના તમામ કામો થઈ શકે. શુક્રવારે ગૂગલ પ્લે સ્ટોર દ્વારા પે ટીએમ એપ્લિકેશન ને કાઢી નાખવામાં આવી હતી. જેની પાછળનું કારણ પેટીએમ જુગાર સહિત ની પ્રવૃત્તિમાં જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે. જેને કારણે પોલિસી વાયોલન્સ થવાને કારણે ગૂગલ પ્લે સ્ટોર પરથી દેશની સોથી પ્રચલિત ઇલેક્ટ્રોનિક વોલેટ પેટીએમ એપ્લિકેશન કાઢી નાખવામાં આવી છે. આ ઘટનાને કારણે દેશ ભરમાં પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સના જીવ તાળવે ચોંટ્યા હતા.

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ગુગલની ટર્મ્સ ઓફ સર્વિસનું ઉલ્લંઘન કરવા બદલ પેટીએમ એપ્લીકેશનને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. તેમ છત્તા પેટીએમ દ્વારા એપ્લિકેશન થકી ગેમલિંગ ને સપોર્ટ કરવામાં આવતું હતું. જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન પરથી થર્ડ પાર્ટી ગેમ્બલીંગ વેબસાઈટ તરફ લોકોને દોરવામાં આવતા હતા. ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્લીકેશન હટાવી દેવાને કારણે હવે સમય આવી ચૂક્યો છે કે બહુ મર્યાદિત રકમ સાથે ઇ વોલેટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

પેટીએમ વિવાદ બાદ ઇ-વોલેટનો ઉપયોગ કરતા લોકોએ કઇ ખાસ કાળજી રાખવી જોઇએ

મયુર ભુસાવળકરે ઉમેર્યું હતું કે, યુ પી આઈ આઈડી એ જ બેન્ક એકાઉન્ટ સાથે જોઈન્ટ કરવું કે જે બેંક એકાઉન્ટમાં મર્યાદિત રકમ રાખતા હોય. એમ પિન સતત બદલતા રહેવું અને એમ પિન કોઈ ની પણ સાથે શેર ન કરવી. પેમેન્ટ કરતા પહેલા ક્યુ આર કોડ સ્કેન કરતા પહેલા વિશ્વસનીયતા ની ચકાચણી કરવી જરૂરી. ઈ વૉલેટ એપ્લિકેશન અને સતત અપડેટ રાખવા ની જરૂર છે અને સુરક્ષા ના બધા જ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ ઉપર કે થર્ડ પાર્ટી લિંક ઉપર ઈ વોલેટ એપ્લિકેશન માંથી ક્લિક કરવું નહીં અને ખાસ કરીને પ્રદર્શિત થતી એડ પર પણ ક્લિક કરવું નહીં.

જો કે પેટીએમ દ્વારા પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર યુઝર્સના પૈસા સુરક્ષીત હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud