• સાંજે 6 વાગે ભારત દેશની જનતાને સંબોધન કરશે
  • બીજા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે
  • કોરોનાની રસીને લઇને પણ કોઇ નિવેદન આપે તેની લોકોમાં કુતુહલતા

અમદાવાદ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે 20 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગે ભારત દેશની જનતાને સંબોધન કરશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં જાણકારી આપી છે. જોકે હંમેશાની જેમ આ વખતે પણ PM મોદી ક્યા મુદ્દા પર સંબોધન કરશે તે ચર્ચાનો વિષય છે. ત્યારે પીએમ મોદી વધુ એક સંબોધન કરવાના અહેવાલે ચારેય તરફ ઉત્સુકતા જગાવી છે.

જોકે એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેે સંબોધનમાં દેશને બીજા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે. તો પોતાના સંબોધનમાં PM નરેન્દ્ર મોદી દેશમાં કોરોના સામે લડેલ લડાઈ, ઘટેલા કેસ અંગે દેશને માહિતગાર કરશે. બીજી તરફ લોકોમાં એવી પણ કુતુહલતા થઇ રહી છે કે કોરોના સામેની રસી અંગે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કર નિવેદન આપી શકે છે. તો હાલ દેશમાં ચુંટણીનો માહોલ છે. ત્યારે ચુંટણી દરમ્યાન નાગરીકોએ કેવી રીતે સલામતી જાણવવી જોઇએ તેના વિશે પણ વાત કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud