રાજકોટ. શહેરમાં દુષ્કર્મનાં બનાવો ઝડપથી વધી રહ્યા છે. તાલુકા પોલીસમાં સગા ભાઈએ બહેન સાથે વર્ષો સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ માલવીયા નગર પોલીસમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં હાલ પુખ્ત વયની થયેલી યુવતિ સગીરા હતી ત્યારથી લગ્નની લાલચે તેની સાથે 2વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનું જણાવાયું હતું. એટલું જ નહીં આરોપીએ પીડિતાને નગ્ન કરી માર મારવાનાં વિડીયો ઉતારી લીધા હતા. આ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી તે અવારનવાર મનમાની કરતો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી યુવકને ઝડપી લઈ અશ્લીલ વિડીયો સાથેનો મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, માયાણીનગર નજીક રહેતી એક યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં તેના વિસ્તારમાં રહેતા મેહુલ ડુંગરભાઈ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પોતે સગીર હતી ત્યારથી પુખ્ત થઇ ત્યાં સુધી એટલે કે બે વર્ષ સુધી પ્રેમજાળમાં ફંસાવી મેહુલે બળજબરીથી દુષ્કર્મ આચરી બિભત્સ વિડીયો બનાવ્યા હતા. બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર મનમાની કરતો હતો. સાથે જ બીજા વિડીયો ઉતારતો જતો હતો. અને વિરોધ કરવા પર જાનથી મારવાની ધમકી પણ આપતો હતો. ફરિયાદને આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લીધો છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર સગીર હતી ત્યારથી મેહુલ સોલંકી સાથે પરિચય થયો હતો. અને લગ્નની લાલચ મેહુલ વારંવાર અવારનવાર સગીરાને તેના ઘરે લઇ જતો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો. આટલેથી મેહુલ અટકતો ન હતો અને તેણીને નિર્વસ્ત્ર કરી માર મારતો હોય તેવા વિડીયો પણ પોતાના ફોનમાં ઉતારતો હતો. પોલીસે બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજારી જે માર મારતા વિડીયો ઉતાર્યા હતા તે ફોન તેમજ આવા અન્ય વિડીયો સાથેની બે પેન ડ્રાઇવ સહિતનાં તમામ પુરાવાઓ કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud