4 નવેમ્બરે ઘરેથી ઠપકો મળતા રોષે ભરાઇને ઘરેથી નિકળ્યા બાદ તેણી રિક્ષામાં કુવાડવા રોડ પહોંચી
પ્રેમી વિકી યુવતિને સ્કૂટર પર ગાંધીગ્રામ એસ.કે.ચોકમાં આવેલા તેના મામાના ઘરે લઇ ગયો
મકાનમાં કોઇ હાજર ન હોવાથી એકલતાનો ફાયદો લઈ વિકીએ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ. શહેરના નવા રાજકોટમાં રહેતી 15 વર્ષીય સગીરાને માતાએ ઠપકો આપતા ઘરેથી ચાલી નીકળી હતી. બાદમાં સગીરાએ કેટલાક મહિના જુના પ્રેમીને ફોન કરતા ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતો આ શખ્સ માસુમનું અપહરણ કરીને પોતાના મામાના ઘરે લઇ ગયો હતો. અને દુષ્કર્મ આચરી બીજા દિવસે તેના ઘર પાસે ઉતારીને ભાગી ગયો હતો. બાદમાં ઘરે વધુ ઠપકો મળવાની આશંકાએ માસુમેં રેસકોર્સ ગાર્ડનમાં જેમતેમ કરીને રાત ગુજારી હતી. જો કે સવાર પડતા તબિયત લથડવાને કારણે તેણીએ પરિવારને જાણ કરી હતી. અને પોતાની આપવીતી જણાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
આ જઘન્ય બનાવ અંગે પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેને સંતાનમાં 14 વર્ષનો પુત્ર, અને 15 વર્ષની પુત્રી છે, પતિનું 10 વર્ષ પૂર્વે કેન્સરની બિમારીથી અવસાન થતાં માતા-પિતા અને ભાઇ સાથે રહે છે. અને પારકા ઘરકામ કરીને પોતાના બન્ને સંતાનનો નિર્વાહ ચલાવે છે. 4 નવેમ્બરના સાંજે 5 વાગે પુત્ર અગાસીમાં ગયો હતો, પુત્રી ટી.વી. જોઇ રહી હતી. ત્યારે પોતે આરામ કરવા રૂમમાં ગયા હતા. ઉંઘ ઉડી ત્યારે પુત્રી રૂમમાં જોવા નહીં મળતા અગાસીમાં તપાસ કરી હતી. પરંતુ પુત્રએ દીદી અગાસીમાં નહીં આવ્યાનો જવાબ આપતા ભાઇને ફોન કરીને સઘળી વાત કરી હતી. રાત સુધી તપાસ કરવા છતાં પુત્રીના સમાચાર મળ્યા ન હતા.
દરમિયાન 6 નવેમ્બરે સવારે 8 વાગે અજાણ્યા નંબર પરથી પુત્રીનો ફોન આવ્યો હતો. અને તે રેસકોર્સ પાસે હોવાનું અને આવીને તેડી જવાનું કહેતા તુરંત રેસકોર્સ પહોંચ્યા હતા. જ્યાં પુત્રીની તબિયત નાદુરસ્ત જણાઇ હતી. તેને ચક્કર આવતા હોવાથી 108માં હોસ્પિટલ લઇ ગયા હતા. પુત્રી ભાનમાં આવ્યા બાદ બે દિવસ ક્યાં હતી? તે અંગે પૂછતા તેણીએ રડતા રડતા વિગત જણાવી હતી.
પીડિતાનાં કહેવા મુજબ, ત્રણેક મહિના અગાઉ તેની એક બહેનપણીના ઘરે આવતા સંબંધી વિકી અનીલ કોળી નામના ડ્રાઈવિંગ કરતા યુવક સાથે પરિચય થયો હતો. ત્યાર પછી બન્ને ફોન ઉપર વાતચીત કરતા હતા. પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. ગત 4 નવેમ્બરે ઘરેથી ઠપકો મળતા રોષે ભરાઇને ઘરેથી નિકળ્યા બાદ તેણી રિક્ષામાં કુવાડવા રોડ પહોંચી હતી. જ્યાં રિક્ષાચાલકના મોબાઇલમાંથી પ્રેમી વિકીને ફોન કરીને બોલાવ્યો હતો. વિકી તેને સ્કૂટર પર ગાંધીગ્રામ એસ.કે.ચોકમાં આવેલા તેના મામાના ઘરે લઇ ગયો હતો.
મકાનમાં કોઇ હાજર ન હોવાથી એકલતાનો ફાયદો લઈ વિકીએ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. અને સવારે વીકી તેને ઘર પાસે ઉતારીને પલાયન થઇ ગયો હતો. જો કે ઘરે ઠપકો મળશે તેવા ડરના કારણે ઘરે જવાના બદલે પોતે રામનાથ મહાદેવ મંદિર તરફ ગઇ હતી. આખો દિવસ ત્યાં પસાર કર્યા પછી રાતે રેસકોર્સ બગીચામાં સુઇ ગઇ હતી. અને સવારે તબિયત ખરાબ હોવાથી ચક્કર આવતા ઘરે ફોન કરીને લઇ જવા જાણ કરી હોવાનું તેણીએ જણાવ્યું હતું.