• ગેંગના સભ્યો બિહારથી દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી
  • પોલીસને વણ શોધાયેલા આઈટી એક્ટના 4, ઘરફોડ ચોરીના 6 મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

સુરત. એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ઘણી ફરિયાદો આધારે પોલીસએ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5ને ઝડપી પાડ્યા છે. આ ગેંગના સભ્યો બિહારથી દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી છે.ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસ ગેંગ ઝડપી પાડી હતી.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એટીએમમાંથી બે દિવસ પહેલા યુવકોના રૂપિયા ઉપડી જવાની ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા ઘણા સમયથી એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ફરિયાદો વધી રહી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા એટીએમ ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચને પાંડેસરા કૈલાશ નગર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટમાં આવતા આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, વોન્ટેડ આરોપી મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને ડિંડોલી, ઉધના, લિંબાયત, સચિન જીઆઈડીસી, પાંડેસરા, પુણા વિસ્તારમાં આવેલા એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવતા હતા. ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવતા લોકોના એટીએમ ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતા.

સુરત શહેર સાથે મુંબઈ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં આ રીતે ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસને વણશોધાયેલા આઈટી એક્ટના 4, ઘરફોડ ચોરીના 6 મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

જાણો આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી શું હતી. 

આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીઓ બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી માત્ર એક્સિસ બેંકના એટીએમને ટાર્ગેટ બનાવતા હતા. ત્યારબાદ એટીએમ મીશનનું હુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલા સ્કિમર મશીન લગાવી દેતા હતા. ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિના કાર્ડનો ડેટા ચોરી કરી જે તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં નોંધી લેતા હતા. ત્યારબાદ એટીએમમાંથી મેળવેલો ડેટા લેપટોપ પર ચડાવી મિનિટુલ્સ સોફ્ટવેર મારફતે રાઈટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવતા હતા. ત્યારબાદ દિલ્હી, બિહારના શહેરમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ.

બિટ્ટુકુમાર નવીનસિંગ ભુમિહારે

હિમાંશુ શેખર ઉર્ફે છોટુ રામાનંગસિંગ ભુમિહારે

મુરારીકુમાર વિજયપાંડ

રીતુરાજસિંગ ઉર્ફે બિટ્ટુ નિરજસિંગ ભુમિહારે

સોનુકુમારસિંગ બિપિનસિંગ ભુમિહારે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud