• ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો
  • પ્રાથમિક તપાસ દરમિયાન યુવક માનસિક અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું

વડોદરા. આર સી દત્ત રોડના વી માર્ટની બાજુમાં આવેલ હોટલ સુદર્શન પેલેસના 5માં માળેથી 25 વર્ષીય માનસિક અસ્વસ્થએ પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ ગોત્રી પોલીસને થતા પોલીસ દોડી આવી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર અલકાપુરી વિસ્તારના આરસીદત્ત રોડ ઉપર આવેલ વી માર્ટની બાજુના હોટલ સુદર્શન પેલેસના 5 માળેથી 25 વર્ષીય અજાણ્યા યુવકે પડતું મકયું હતું. રસ્તા ઉપર લોહી-લુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ સ્થાનિક લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. થોડીવાર બાદ સ્થાનિક લોકો દ્વારા શહેર પોલીસ કંટ્રોલમાં બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી ગોત્રી પોલીસ તાત્કાલિક ધોરણે હોટલ સુદર્શન પેલેસ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે સ્થાનિક લોકોની પુછપરછ કરી હતી અને 25 વર્ષીય યુવાનના મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, 25 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી કપડા પહેર્યા વગર જ આસપાસની સોસાયટીમાં ફરતો હતો. તેમજ તે યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું હતું. જો કે પોલીસે યુવકની ઓળખ પુરવાર કરવા તેના પરિવારની શોધખોળ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud