વડોદરા. કોરોનાની મહામારીને કારણે રાજ્યની એક માત્ર સ્વાયત્ત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ઓનલાઇન એક્ઝામ લેવી પડી હતી. શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ છત્તા ફાઇનલ એક્ઝામ મોટાભાગે શાંતિ પુર્વક પુર્ણ થઇ હતી. ફાઇનલ એક્ઝામ એમસીક્યુ બેઝ્ડ હોવાને કારણે પરિણામ માત્ર 10 દિવસમાં જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

દેશ દુનિયામાં કોરોના વાઇરસના કારણે અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે. શિક્ષણ ક્ષેત્ર તેમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યની એક માત્ર સ્વાયત્ત યુનિ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એડમિનીસ્ટ્રેશન દ્વારા માસ પ્રોમોશન અને ઓનલાઇન એક્ઝામ અંગેના વિકલ્પ પર ભારે મનોમંથન કરવામાં આવ્યું હતું. આખરે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ સહિત કેટલાક ચોક્કસ કોર્ષમાં ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી. ઓનલાઇન એક્ઝામના ટ્રાયલ વખતે ભારે ઉહાપોહ થયો હતો. આખરે ઓનલાઇન એક્ઝામીનેશન સિસ્ટમમાં સુધારા કરીને શાંતિ પુર્વક એક્ઝામ પાર પાડી હતી.

ઓનલાઇન એક્ઝામ એમ.સી.ક્યુ આધારીત લેવામાં આવી હતી. જે અગાઉ લેખીતમાં લેવામાં આવતી હતી. એમ.સી.ક્યુ આધારીત એક્ઝામમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એમ.સી. ક્યુ આધારીત એક્ઝામનું પરિણામ માત્ર 10 દિવસમાં જાહેર કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અગાઉ લેવામાં આવતી લેખિત એક્ઝામના પરિણામમાં ભારે સમસ્યા સર્જાતી હતી. કેટલીક વખતતો એક્ઝામ પતી ગયાના 100 દિવસ સુધી પણ પરિણામ જાહેર કરવામાં આવતા ન હતા. મોડા પરિણામ જાહેર થવાને કારણે વિદ્યાર્થી નેતાઓ દ્વારા યુનિ. હેડ ઓફિસ ખાતે અનેક વખત હલ્લા બોલ કરવો પડતો હતો. પુર્વ વિદ્યાર્થી નેતા રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, એક્ઝામ લેવા માટે આપણે તમામ યુનિમાં સૌથી મોડા છીએ. વહેલું પરિણામ જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને આગળ એડમિશન લેવા માટે સરળતા રહેશે. જો કે 50 ટકા વિદ્યાર્થીઓનું પરિણામ બાકી છે. જે સત્વરે જાહેર થાય તે જરૂરી છે.

ખાનગી યુનિ.ફી વસુલવા માટે વિચારતી રહી અને એમ.એસ.યુનિ.એ ફી ધટાડો જાહેર કરી દીધો

કોરોનાને કારણે શૈક્ષણીક કાર્ય છેલ્લા કેટલાય વખતથી બંધ છે. તેની સાથે ઉદ્યોગ અને ધંધાને પણ ભારે અસર પડી રહી છે. તેવા સમયે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની ફી ભરવી વાલીઓ માટે પડકાર સમાન છે. શહેરની આસપાસ આવેલી કેટલીય ખાનગી યુનિવર્સીટી દ્વારા ફી વસુલાત માટે અનેક આડકતરા પ્રયાસો કરવામાં આવતા હતા. તેવા સમયે એમ.એસ.યુનિ. દ્વારા આગામી સત્રમાં ફી ધટાડાની જાહેરાત કરવામાં આવી હતી. ફી ધટાડાનો નિર્ણય સરાહનીય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud