• પાટણ પોલીસ કંટ્રલ રૂમમાં ફોન આવ્યો અને પોલીસે રાધનપુર ST ડેપો પર પહોંચી હતી.
  • કોરોના કાળમાં બસની ક્ષમતાના 75 ટકા મુસાફરો બેસાડવાની મંજૂરી આપવામાં આવી છે.
  • બસમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને કોરોનાની ગાઇડલાઇનનુ પાલન થાય તે માટે નિયમ લાગુ કરાયો છે.

ST BUSમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડવા મામલે GUJARAT માં પ્રથમ વખત કંડકટર સામે નોંધાઇ પોલીસ ફરીયાદ

WatchGujarat. કોરોનાનું સંક્રમણ વધતા તેને અટકાવવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહીં છે. પણ જે રીતે રાજકીય પક્ષના નેતાઓએ પેટાચૂંટણી ટાણે સરકારે જ નક્કી કરેલ ગાઈડલાઇનનું ઉલ્લ્ઘન કર્યું હતું. તેવી જ રીતે રાજ્ય પરિવહન વિભાગના એસટીના કર્મચારીએ પણ સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતો કિસ્સો સામે આવ્યો છે. સરકારની ગાઇડલાઇનુ એસ.ટી બસમાં પાલન ન થતાં રાજ્યમાં પ્રથમ વખત પોલીસે એસ.ટી બસના કંડકટર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. #ST BUS

રાધનપુર પોલીસે નોંધેલી ફરિયાદની વિગત એવી છે કે, પાટણ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને કહ્યું કે, થરાથી નીકળેલી એક ST બસમાં કંડકટરે કેપિસિટી કરતા વધુ પેસેન્જરો બેસાડ્યા છે. તેમજ બસમાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમનું અમલ નહીં કરી ભંગ કર્યો છે. અને તે ST બસ રાધનપુર જવા નીકળી છે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વર્ધી મળતા જ રાધનપુર પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ કર્મીઓ રાધનપુર ST ડેપો પર પહોંચ્યાં હતા.

દરમિયાન રાત્રે 10.30 કલાકે બસ ડેપો પર આવી હતી. પોલીસે બસના રૂટનું બોર્ડ જોતા અંબાજીથી નારણ સરોવરનું જોવા મળ્યું હતું. બસમાં ભરેલા પસેન્જરને જોતા પોલીસ હરકતમાં આવી હતી. અને બસમાંથી નીચે ઉતરેલા કંડકટરનું નામ પૂછતાં તેણે પોતાનું નામ જશુભાઈ સરદારભાઈ ખાંટ (રહે, ગોળા, પાલનપુર) જણાવ્યું હતું. પોલીસે વધુ પુછપરછ કરતા તે ડીસા ડેપો પર નોકરી કરતા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ પોલીસે કંડકટરને પોતાની સાથે રાખી એક પછી એક બસમાં બેસેલા પેસેન્જરોની ગણતરી કરતા કુલ 51 પેસેન્જરો બેસાડ્યા હોવાનું માલુમ થયું હતું. 51 પૈકી 39 પેસેન્જરો રિઝર્વેશન વાળા હતા. બાકીના 12 પેસેન્જરને રૂટમાં આવતા સ્ટોપ પરથી બેસાડ્યા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની કાર્યવાહી અંતર્ગત રાધનપુર ST ડેપો પર હાજર એટીઆઈ રસુલભાઈ રાજેભાઈ આગલોડીયાને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કેટલા પેસેન્જરો બેસાડી શકાય તે અંગે પોલીસે પૂછ્યું હતું. ત્યારે રસુલભાઈએ સરકારની ગાઇડલાઇન પ્રમાણે ક્ષમતાથી 75 ટકા પેસેન્જર લેવાનું જણાવ્યું હતું. જેથી રસુલભાઈએ પણ બસમાં બેસેલા પેસેન્જરોની ખરાઈ કરતા 51 પેસેન્જરો મળી આવ્યા હતા. ત્યારે 75 ટકા લેખે 39 પસેન્જરો કંડકટર દ્વારા લેવાના થતા હોય છે. તેની સામે કંડકટરે 12 વધુ પેસેન્જરને બેસાડ્યા હતા. જેથી પોલીસે બસ કંડકટર જશુભાઈ ખાંટ વિરુદ્ધ જાહરેનામાં ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે ગુજરાતની આ પહેલી ઘટના છે. જેમાં વધુ પેસેન્જરો બેસાડવા બદલ એસટીના કંડકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ ખાતે ખાનગી બસમાં વધુ પેસેન્જરોને બેસાડવા બદલ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

More #Radhanpur #ST BUS #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud