• નવો સંપ બનાવવાની કામગીરીના પગલે આવતીકાલે પાણીકાપની કરાશે
  • વિસ્તારના 50 હજાર લોકોને શુક્રવારે બપોરે પાણી નહિ મળે, શનિવારે પાણી ઓછા પ્રેશરથી આપવામાં આવશે

#Vadodara - શુક્રવારે શહેરના કયા વિસ્તારના 50 હજાર લોકો પાણી નહિ મળે, જાણો

WatchGujarat. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાંદલજા પાણીની ટાંકી ખાતે નવો સંપ બનાવવાની કામગીરીના પગલે આવતીકાલે પાણીકાપની જાહેરાત કરવામાં છે. જેના કારણે શુક્રવારે બપોર બાદ તાંદલજા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. શનિવારે સવારે ઓછા પ્રેશરથી પાણી અપાશે જેના કારણે અંદાજે 50 હજાર લોકો અસરગ્રસ્ત બનશે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાંદલજા પાણીની ટાંકી ખાતે નવો સંપ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ એવા 600 MM ની પાણીની પાઇપલાઇન શિફ્ટીંગની કામગીરી 4 ડિસેમ્બર, શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે. જેથી શુક્રવારે સાંજના સમયના પાણી વિતરણ કરી શકાશે નહીં અને શનિવારના રોજ સવારે પાણી ઓછા સમય માટે પુરું પાડવામાં આવશે. જેના કારણે તાંદલજા ટાંકી ખાતેથી પાણી મેળવતા અંદાજે 50 હજાર લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. શહેરમાં છાશવારે પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. પાલિકા તંત્રે લોકોને ઓછી અગવડ પડે તેવી રીતે કામ કરવું જોઈએ.

More #VMC #Water #Tandalja #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud