રાજકોટ. પોતાની ઓફિસે પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને લુખ્ખાઓને બોલાવીને સામાન્ય લોકો પર રોફ જમાવતો ભૂપત પોતાને પોલીસ મિત્ર તરીકે ઓળખાવતો હતો. ફેબ્રુઆરીમાં ભુપતની પુત્રીનાં લગ્નમાં પણ પોલીસ અધિકારીઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં ખુદ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ક્રાઈમ બ્રાન્ચનાં પૂર્વ પીઆઇ હિતેષ ગઢવીનો ભુપત સાથેનો ફોટો પણ વાયરલ થયો છે.
જોકે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની શહેશરમ રાખ્યા વિના ભુપત સામે કાર્યવાહી કરી તેને 7 દિવસનાં રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં અદાલતે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. બીજીતરફ ભુપત ગેંગનાં રાજુ ગોસ્વામી, હિતેશ ગોસ્વામી અને રાકેશ પોપટ હજુ ફરાર હોઈ પોલીસે તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
ભૂમાફિયા ગેંગનાં સૂત્રધાર ભૂપતનો જેલમાંથી કબજો મેળવ્યા બાદ પોલીસે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે. જેમાં ભૂપત બેડીની 1 એકર 17 ગુંઠા જમીન પરત આપી દેવા તૈયાર થઈ ગયો છે. ભૂપત વિરમ બાબુતર અને તેના સાગરીતોએ બેડીના રમેશભાઇ અજાણીની જમીન પચાવી પાડી હતી અને તેને જાનથી મારવાની ધમકી આપી હતી. રમેશભાઇ અજાણીએ આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાંદીના વેપારી રાજુ ગોસ્વામી, તેના ભાઇ હિતેષ ગોસ્વામી, મુકેશ ઝાપડા, ભૂપત વિરમ બાબુતર અને રાકેશ પોપટ સામે ગુનો નોંધ્યો હતો. રવિવારે પોલીસે ભૂપતને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કરાયો છે.
આ દરમિયાન ભૂપતે કબૂલાત આપી હતી કે, બેડીની 2 એકર જમીન તેણે ખરીદ કરી હતી. અને વધારાની 1 એકર 17 ગુંઠા જમીન પર કબજો જમાવ્યો હતો. જો કે કબજો જમાવેલી જમીન પરત આપી દેવા તૈયાર છે અને આ માટેનું લખાણ કરવાની તૈયારી પણ ભૂપતે દર્શાવી છે. હાલ પોલીસે ભૂપતની વિશેષ પૂછપરછ ચાલુ રાખી ભૂગર્ભમાં ઉતરી ગયેલા રાજુ ગોસ્વામી, હિતેષ ગોસ્વામી અને રાકેશ પોપટની શોધખોળ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂપત ભરવાડ સામે વર્ષ 2012માં ફરિયાદીને ગેરકાયદે વ્યાજૈ પેસા આપી બળજબરીથી રૂપિયા પડાવી અને જમીન પર કબ્જો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. અને 7 દિવસમાં ભૂપત ભરવાડ સામે 3 ગુના નોંધાયા છે. ત્યારે વર્ષો જૂના આ ગુનાઓ અંગે ફરિયાદો નોંધાતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. તેવામાં પોલીસ કમિશ્નર સાથે ભુપતનો ફોટો વાયરલ થતા આગમાં ઘી રેડાયું હોય તેમ પોલીસ પોતાના કપડાં ચોખ્ખા કરવા માટે આ કાર્યવાહી કરતી હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે.