• વિશ્વ વિરાટ એકતાની પ્રતિમાનું સ્થળ કેવડીયા (kevadiya) રેલવે સ્ટેશન નવી ઓળખ સાથે નવું નામકરણ એકતા નગર રેલવે સ્ટેશનનું (Ekta Nagar Railway Station) લગાવાયું બોર્ડ
  • દેશના પેહલા ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનના ભૂમિપૂજને જ સંકેત અપાયો હતો કે ભારત સાથે ટ્રેન મારફતે જોડાનાર SOU એકતા નગર તરીકે પ્રચલિત થશે
  • 562 રજવાડાંઓનું એકીકરણ કરી સરદાર પટેલે અખંડ ભારત બનાવ્યું હોય કેવડિયા એકતાની મૂર્તિ સ્થાનના રેલવે સ્ટેશનને એકતા નગર નવું નામ અપાયુ
  • હબીબગંજ – રાણી કમલાપતિ, અલ્હાબાદ – પ્રયાગરાજ, ફૈઝાબાદ – અયોધ્યા કેન્ટ પછી વધુ એક રેલવે સ્ટેશનનું નવું નામકરણ મોદી સરકારમાં કરાયું

Vicky Joshi / WatchGujarat. વિશ્વ સ્તરે કેવડિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન 37 પ્રોજેક્ટો થકી ખ્યાતિ મળ્યા બાદ હવે દેશના પેહલા ઇકોફ્રેન્ડલી કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી ભારતના ‘એકતા નગર’ તરીકે નવી ઓળખ આપાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી કેવડિયા પ્રવાસન ધામ દેશ અને દુનિયાના નકશામાં અંકિત થઈ ગયું હતું. વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ Statue Of Unity ને સાકાર કર્યા બાદ અહીં એક બાદ એક આકર્ષણો ઉમેરાતા ગયા છે. કેવડિયા SOU રેલવેના ભૂમિપૂજન સમયે જ સંકેત અપાયો હતો કે ભવિષ્યમાં કેવડિયા ભારતના એકતા નગર તરીકે પ્રચલિત થશે અને આજે તે દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં SOU થકી એકતા UNiTY તરીકે જગપ્રસિદ્ધ થઈ ગયું છે.

હવે કેવડિયા kevadia ની ઓળખ બદલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી statue of unity બન્યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્યું છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા જિલ્લાના કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ ‘એકતા નગર’ કરવામાં આવ્યું છે.

રેલવે સ્ટેશન પર એકતાનગર (Ekta Nagar) નું બોર્ડ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં લગાવી દેવામાં આવ્યું છે. જોકે સ્ટેશનની ત્રણ માળની ગ્રીન બિલ્ડીંગ ઉપર હજી કેવડિયા જ નામકરણ જોવા મળી રહ્યું છે. માત્ર સ્ટેશનના તમામ પ્લેટફોર્મના બન્ને છેડા એકતા નગર ના બોર્ડ લગાવી દેવાયા છે.

અત્યાર સુધી અલ્હાબાદ, હબીબગંજ, ફૈઝાબાદ રેલવે સ્ટેશનના નામકરણ બદલાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અત્યાર સુધી દેશમાં અલ્હાબાદ રેલવે સ્ટેશનનું પ્રયાગરાજ, હબીબગંજનું રાણી કમલાપતિ, ફૈઝાબાદનું અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું હતું. હવે દેશના પેહલા ગ્રીન અને ફાસ્ટેટ નિર્માણ પામેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ એકતા નગર કરી દેવાયું છે.

SOU બાદ રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જ દેશના એકતા નગરની કેવડિયાની નવી ઓળખની જાહેરાત કરી દેવાઈ હતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યારબાદ કેવડિયા રેલવે સ્ટેશન સમયે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, PM નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતે ભવિષ્યના ભારતનું કેવડિયા SOU એકતા નગર બની રેહશેનું ભવિષ્ય આંકવામાં આવ્યું હતું. જે આજે સાચું પડ્યું છે.

દેશ-વિદેશના મુલાકાતિઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા SOU નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે, જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.

₹20 કરોડમાં સૌથી ઝડપી નિર્માણ થયેલું દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન

કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન છે. જ્યાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલે છે. સોલાર પાવરથી 200 કિલો વોટનું વીજ ઉત્પાદન કરી શકાય છે. ₹20 કરોડના ખર્ચે સૌથી ઝડપી સમયમાં નિર્માણ થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud