WatchGujarat. Smartphone Tips: સ્માર્ટફોનની આજની સૌથી મોટી જરૂરિયાત છે. તેના વિના આપણા ઘણા કામો અટકી જશે. સ્માર્ટફોન પર જેમ જેમ લોકોની નિર્ભરતા વધતી જઈ રહી છે. તેમ તેમ તેની ચોરીના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે.
આવી સ્થિતિ કોઈની પણ સાથે આવી શકે છે કે સ્માર્ટફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય. જો તમારી સાથે ક્યારેય આવું થાય તો ગભરાશો નહીં. આ ધ્યાનમાં રાખો કે જો તમારો સ્માર્ટફોન ક્યારેય ચોરી થઇ જાય તો સૌથી પહેલા તમારે અમુક કામ કરવું પડશે જેથી તમારી અંગત માહિતી ચોરના હાથમાં ન પહોંચી શકે. નહિંતર તમને ઘણું નુકસાન થઇ શકે છે. આ 4 કામોને તમે જેટલું જલ્દી કરશો તો તમને ઓછું નુકસાન થઇ શકે છે. આજે અમે તમને આ મહત્વની બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ફોન ચોરાયા બાદ આ 4 કામ જરૂર કરો
- ફોન ચોરાઈ ગયા બાદ સૌથી પહેલા તમારું સિમ બ્લોક કરો. તરત જ તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને ફોન કરો અને તમારું ખોવાયેલું સિમ બ્લોક કરાવી લો. સિમ બ્લોકને કારણે કોઈ પણ પ્રકારનો OTP ચોર સુધી પહોંચશે નહીં.
- ફોન ચોરાઈ ગયા પછી, તમારા આધારને અન્ય કોઈ નંબર સાથે લિંક કરાવી લો. આ માટે, તમે નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અને તમારા આધારને બીજા ફોન નંબર સાથે લિંક કરો. તમારી આધાર વિગતો ચોરના હાથમાં ન જવી જોઈએ. ચોર આ વિગતનો દુરુપયોગ કરી શકે છે.
- તમામ UPI ID અને અન્ય પેમેન્ટ એપનું વોલેટ નિષ્ક્રિય કરવું ખૂબ જ જરૂરી છે. જેટલી વહેલી તકે તમે આ કરી લેશો, તે તમારા માટે વધુ સારું રહેશે.
- તમારા ઇમેઇલ આઇડી, તમારા ફોન નંબર સાથે જોડાયેલા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ નિષ્ક્રિય કરો. આમ કરવાથી ચોર તમારા કોઇપણ ID ને નુકસાન પહોંચાડી શકશે નહીં.