આંગળા ઉપરાંત શરીરના અન્ય સાંધામાં કટ-કટ અવાજ આવતો હોય છે
આ પ્રકારના અવાજ આવવા પાછળ પણ ઘણાં કારણો જવાબદાર રહેલા છે
માંસપેશીઓમાં ખેંચાણ, ઉંમરમાં વધારો અને સંધિવા હોય શકે છે મુખ્ય કારણ
આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ - નિષ્ણાત
WatchGujarat. ઘણાં લોકોને આંગળના ટચાકા ફોડવાની આદત હોય છે. આપણા શરીરના અન્ય સાંઘામાં પણ આ પ્રકારનો અવાજ આવે છે. આ અંગે નિષ્ણાતો જણાવે છે કે હાડકા અને સાંધામાં ક્યારેક-ક્યારેક જો ટચાકો અથવા કટ-કટ અવાજ આવે તે સામાન્ય બાબત છે. પરંતુ બધા કિસ્સામાં તે સામાન્ય હોતું નથી. જેથી ઘણી વાત ડૉક્ટરનો સંપર્ક કરવો પણ જરૂરી બને છે.
એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, હાડકામાંથી અવાજ આવવો સામાન્યરીતે હાનિકારક નથી. પણ એનો એવો પણ મતલબ નથી કે આ બાબતને નકારવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે, જેમ-જેમ ઉંમર વધે છે તેમ-તેમ સાંધામાં આ પ્રકારના અવાજમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે જેથી જાણી શકાય કે કોઈ વધુ સમસ્યા તો નથી થઈ ને? આ પ્રકારના અવાજ આવવા પાછળ પણ ઘણાં કારણો જવાબદાર રહેલા છે કે જેમાં માંસપેશીઓમાં ખેંચાણ, ઉંમરમાં વધારો અને સંધિવા.
કેવા લોકોમાં સૌથી વધુ આ બાબત જોવા મળતી હોય છે ?
જાણકારો કહે છે કે, જે લોકોને આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છે તેઓના શરીરના અન્ય સાંધામાં આ પ્રકારના અવાજ આવવાની સંભાવના વધારે હોય છે. ઘણાં લોકોને નવરાશની પળોમાં આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છે પણ તમારે એવું કરવું જોઈએ નહીં. આ રીતે લોકો આંગળની ટચાકા ફોડ્યા પછી પોતાના સાંધા, ગરદન અને પીઠના ટચાકા ફોડવાના પ્રયાસ કરતા હોય છે. જેથી તે એક સમસ્યા બની શકે છે. જ્યારે કેટલાંક લોકો તણાવના કારણે પણ ટચાકા ફોડતા હોય છે.
શું કરવું જોઈએ?
નિયમિત કસરત કરવાથી આ પ્રકારની સમસ્યામાંથી બચી શકાય છે. આ સાથે એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાનું ટાળવું જોઈએ. જોકે સતત ઊભા પણ રહેવું જોઈએ નહીં. કોઈ પણ કાર્યમાં સમયાંતરે બ્રેક લેવો જોઈએ. આ સાથે તણાવ દૂર કરવા માટે ઊંડા શ્વાસ લો, ધ્યાન કરો કે પછી એક સ્ટ્રેસ બોલની મદદ લેવી જોઈએ. નહીં તો દરરોજ હળવી સ્ટ્રેચિંગ કસરત પણ કરવી જોઈએ. તંદુરસ્ત રહેવા માટે અઠવાડિયે 150 મિનિટ કસરત કરવી જોઈએ. જેથી શરીરમાં આ પ્રકારની સમસ્યા ન રહે.