પાવી જેતપુર તાલુકાનાં ડુંગારવાંટની એક મહિલા ડો.બિનાબેન રાઠવા ચૂંટણી લડશે
ગામમાં વિકાસનાં કામો કરવાની વાત સાથે પ્રચાર કાર્યમાં જોડાઇ ગયા
ઓછા સાક્ષરતા દર ધરાવતા જીલ્લામાં ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલા સરપંચ પદ માટે ઉભા રહે તે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય
WatchGujarat. ગ્રામ પંચાયતનો ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં પહોંચી ગયો છે. જેમાં અવનવી વાતો સામે આવતી રહે છે. તથા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓ મોટાપાયે ભાગ લઇ રહી છે.હવે મોટાભાગના ગામડાઓની સુકાની મહિલાઓનાં હાથમાં આવી રહી છે. તેમાં આદિવાસી વિસ્તારમાં પી.એચ.ડી સુધીનો અભ્યાસ કરનારી મહિલાએ સરપંચ પદ માટે ઝુકાવતા લોકોમાં ઉત્સાહનો સંચાર થયો છે.
મળતી માહિતી મુજબ છોડા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુર તાલુકાનાં ડુંગારવાંટની એક મહિલા ડો.બિનાબેન રાઠવાએ પી.એચ.ડી સુધીનો અભ્યાસ કર્યા બાદ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી માટે ઝંપલાવીને લોકોમાં ઉત્સાહનો વધાર્યો છે. હાલ તો આ મહિલા ઘરે-ઘરે ફરીને લોકોને મત આપવા માટે સમજાવી રહી છે અને પોતે સરપંચ બને તો ગામમાં વિકાસનાં કામો કરવાની વાત સાથે પ્રચાર કાર્યમાં જોડાઇ ગયા છે.
ડુંગરવાંટ ગામની ડો.બિનાબેન રાઠવાએ હિસ્ટરીનાં "મહાત્મા ગાંધી અને સરદાર પટેવની વિનોદ વૃત્તિ" વિષય સાથે ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી 2019માં મેળવી છે .તેઓને પોતાના સમાજની મહિલાઓને જાગૃત કરીને પગભર બને,પોતાના હક્ક વિષે માહિતગાર બને તે માટે અને ગામના વિકાસ માટે,ગામ ઘણી બધી બાબતમાં પાછળ છે તેને આગળ લાવવા માટે સરપંદ પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ઝંપલાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કદાચ ગુજરાતમાં પ્રથમ મહિલા હશે જે ઉચ્ચ અભ્યાસ કરીને સરપંચ પદ માટે ચૂંટણી મેદાને હોય. ઓછા સાક્ષરતા દર ધરાવતા જીલ્લામાં ઉચ્ચ શિક્ષણ ધરાવતી મહિલા સરપંચ પદ માટે ઉભા રહે તે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય.