• શ્રીરામ નગરમાં યુવક ચોર સમજીને સ્થાનિક લોકો દ્વારા માર મારતા યુવકનું મોત
  • આ ઘટનામાં પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી અટકાયત કરી હતી
  • યુવક રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો

WatchGujarat. સુરત શહેરના છેવાડે આવેલ સચિન વિસ્તારમાં આવેલ શ્રી રામ નગર માં ગત મોડી રાત્રે એક  યુવક ને ચોર સમજીને સ્થાનિકો દ્વારા મારા મારતા યુવક નું મૃત્યુ થયું હતું. આ ઘટના ની જાણ સચિન પોલીસ ને થતા સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળ ની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ માં બહાર આવ્યું હતું કે મારનાર વ્યક્તિનું નામ સમાધાન મગન કોળી, જે મહારાષ્ટ્ર ના અમલનેર ના જેતપીર ના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ બે દિવસ પહેલા સુરત ખાતે રોજીરોટી કામવા માટે  સચિન માં રહેતા ગામના લોકો ના ઘરે આવ્યો હતો. કાલે મોડી રાત્રી દરમિયાન નશા ની હાલત રસ્તો ભટકતા માં કનકપુર ના શ્રી રામ નગર માં પહોંચ્યો હતો અને ત્યાંના સ્થાનિકો એ ચોર સમજી ને મારનાર સમાધાન કોળી ને ઇલેક્ટ્રિક થાબલમાં બધીને હાથ,લાત, ઢીક્કા મૂકી તેમજ લાકડાના ફટકા વડે માર મારવા લાગ્યા હતા જેમાં સમાધાન કોળી નું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં સચિન પોલીસ દ્વારા 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 જો પોલીસ કડક તાપસ કરે તો હજુ નવા નામ ખુલી શકે છે તેવી શકયતા છે. આ ઘટના ની સચિન વિસ્તારમાં માં ખુબજ નિંદા કરવામાં આવી રહી છે. મારનાર વ્યક્તિ ચોર હોય એવી કોઈ પુષ્ટિ થઈ નથી. પણ શું કોઈ પણ વ્યક્તિ ને શકાં ના આધારે આવીરીતે કાયદાને હાથમાં લેવું કેટલું યોગ્ય છે. તે સવાલ અહી ઉભો થયો છે. આગળ આવો કોઈ બનવો ના બને તેના માટે પોલીસ અને પ્રશાસન એ આ કેસ માં કડક પગલાં લઈ મારનાર લોકો પર કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud