Watch Gujarat. નવા વર્ષની ઉજવણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં ભલે
દારૂબંધી હોય પણ દારૂનુ વેચાણ તો થાય જ છે, અને વાત ખૂબ સારી રીતે સરકાર અને તંત્ર
બન્ને જાણે છે, જેથી આ વાત નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં દારૂના ધંધામાં એન્ટ્રી
લેવા માટે બિશ્નોઇ ગેંગ હાથ પગ મારી રહીં છે. પરંતુ સીંધી ગેંગ સામે તેમની પીપોળી
પણ વાગતી ન હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે 31 ડીસેમ્બર પહેલા દારૂનો સ્ટોક કરી
લેવાનો પ્લાન ઘડનાર બિશ્નોઇ ગેંગનો બે જુદા જુદા સ્થળેથી રૂ. 32 લાખ ઉપરાંતનો
દારૂનો જથ્થો વડોદરા એલ.સી.બી અને તાલુકા પોલીસે જપ્ત કર્યો છે.
31 ડીસેમ્બર પહેલા બુટલેગરો અન્ય રાજ્યોમાંથી વિપુલ માત્રમાં દારૂનો જથ્થો
લાવી સ્ટોક કરતા હોવાનો સીલસીલો હજી યથાવત છે. ત્યારે બુટલેગરોની આ મોડ્સ ઓપરેન્ડી
પોલીસ ખૂબ સારી રીતે જાણી ગઇ છે. જેથી નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે
પોલીસ એલર્ટ બની છે અને તેમને પોતાના બાતમીદારો પણ સક્રિય કરી દીધા છે.
ત્યારે વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી તેવામાં આ
ટીમને બાતમીદાર તરફથી એક બાતમી મળી છે કે, ગોધરાથી દારુ ભરેલો ટેમ્પો વડોદરા તરફ આવી રહ્યો છે. ટેમ્પોનો નંબર અને તેનુ વર્ણન પણ બાતમીદાર
પોલીસને આપી છે. જેથી એલ.સી.બીની ટીમ જરોદ પાસે ગુપ્તરાહે વોચમાં ગોઠવઇ જાય છે અને
બાતમીદાર તરફથી મળેલી વર્ણનવાળુ ટેમ્પો આવતાં તેને કોર્ડન કરી રોકી દેવામાં આવી
છે. ટેમ્પો ચાલકને પોલીસે નામ પુછતા પ્રકાશમલ કીશનલાલ પુનીયા (રહે. સાંચોર,
રાજસ્થાન) હોવાનુ જણાવ્યું હતુ.
જે બાદ પોલીસે ડ્રાઇવરને સાથે રાખી ટેમ્પોમાં પાછળના ભાગે તપાસ કરતા વિદેશી
દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે ડ્રાઇવર પ્રકાશમલની પુછતાછ કરતા દારૂનો જથ્થો
જયંતિભાઇ માળી (રહે. સાંચોર, રાજસ્થાન)નાઓએ પંજાબના સુરજીતસિંહ સાથે સંપર્ક કરાવ્યો
અને તેણે આ ટેમ્પો ચંદીગઢ જીઆઇડીસી ખાતેથી આપ્યો હતો અને વડોદરા ગોલ્ડન ચોકડી
પાસેના નાયરાના પેટ્રોલપમ્પ પાસે પહોંચી ઉભા રહેવા જણાવ્યું હતુ.
આમ વડોદરા ગ્રામ્ય એલ.સી.બીએ કૂલ રૂ. 25,16,400નો મુદ્દામાલ તથા ટેમ્પો મળી
કૂલ રૂ. 35,21,400નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સેવાસીથી ભાયલી દારુ ભરેલો ટ્રક પહોંચે તે પહેલાજ તાલુકા પોલીસે પકડી
પાડ્યો..
બીજી તરફ વડોદરા તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, રાયપુર ચોકડીથી
ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરીને એક આઇસર ભાયલી ગામ તરફ રવાના થયો છે અને આઇસરનુ
પાઇલોટીંગ એક બાઇક પર સવાર બે શખ્સો દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાતમી મળતાની
સાથે પોલીસની ટીમ રસ્તા ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ હતી અને પાઇલોટીંગ કરી રહેલી બાઇક
આવતા તેને કોર્ડન કરી લેવામાં આવી હતી. જોકે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો પરંતુ
પાછળ બેઠેલો શખ્સ ફરાર થઇ ગયો હતો.
આ દરમિયાન દારુ ભરેલા આઇસર ચાલકને રસ્તા પર પોલીસ હોવાની ગંધ આવી જતા તે
આઇસર રસ્તા પરજ મુકી ભાગી છુટ્યો હતો. જેથી પોલીસે ટ્રકની પાછળ તપાસ કરતા રૂ.
7,01,400નો ભારતીય બનાવટની વિદેશી દારુની જથ્થો મળી આવ્યો હતો.
દારૂના જથ્થા બાબતે પોલીસે પાઇલોટીંગ કરી રહેલા સુરેન્દ્ર બિશ્નોઇની પુછતાછ
કરતા તેની બાઇક ઉપર પાછળ બેઠેલ શખ્સનુ નામ ખાનજી હોવાનુ જણાવ્યું હતુ. પોલીસે આ
મામલે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.