• વાહ….એક વિવાહ ઐસા ભી,
  • 3 ફૂટના વરરાજાએ 2.75 ફૂટની કન્યાએ લગ્ન કર્યા
  • મનમોહક જોડીના લગ્ન માણવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

WatchGujarat.“જોડીયા ઉપરવાલા બનાતા હૈ” આપણે કહેવત સાંભળી તો હશે સાથે-સાથે સાર્થક થતી પણ જોઇ હશે. એક સાચા જીવનસાથી માટે રૂપ,રંગ,કદ,ઉંમર કે વજન આ બધાનું કોઇ મહત્વ નથી.બસ માત્ર એક-બીજા પ્રત્યે સાચો પ્રેમ હોવો જોઇએ.આ એવો પ્રેમ કે તમને જીંદગીભર સાથે રાખે. તેવો જ એક કિસ્સો ગીરગઢડામાં જોવા મળ્યો હતો. 3 ફૂટના વરરાજાએ 2.75 ફૂટની કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં.

વાત ગીરગઢડાનાં રસુલપરા ગામની છે અહીં 3 ફૂટના વરરાજાએ 2.75 ફૂટની કન્યાએ લગ્ન કર્યા .આ લગ્ન નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.ગીરગઢડા ગામના કાળુભાઇ બાંભણીયાનાં ત્રણ સંતાનમાંથી સૌથી નાનો પુત્ર ભીખાભાઇ બાંભણીયા ઉંમર 28 (3ફુટ)નાં લગ્ન રસુલપરા ગામના મોહનભાઇ સોલંકીની પુત્રી હંસાબેન ઉંમર 25(2.75 ફુટ) સાથે ધામધૂમથી યોજાયા હતા.
મળતી માહિતી મુજબ ભીખાભાઇ ગીરગઢડામાં એગ્રોની દુકાનમાં નોકરી કરે છે તેના પિતા મજૂરી કરે છે. બે ભાઇ અને એક બહેન છે જેમાં ભીખાભાઇની લંબાઇ જ ટૂંકી છે. કન્યા હંસાબેનના પિતા મુંગા છે અને તે પણ મજૂરીકામ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે આ મનમોહન જોડીનાં લગ્ન માણવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મનમૂકીને આર્શીવાદ આપ્યા હતા અને જીવનમાં તમામ સફળતાઓ મળવે તેવી શુભકામના પાઠવી હતી. કોરોનાની મહામારી બાદ હાલ પૂર જોશમાં લગ્નની સીઝન ચાલી રહી છે.સરકારની ગાઇડલાઇન મુજબ મર્યાદિત લોકો લગ્નમાં હાજરી આપી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud