જિલ્લા કોંગ્રેસ સમિતિએ DSP ને 4 કિસ્સામાં FIR નોંધવા રજુઆત કરી
1 કેસમાં આરોપીઓની ધરપકડ કરવા તથા 1 ફરિયાદ રદ કરવા માંગ
WatchGujarat હાલમાં જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થયેલ છે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને કાર્યકરો ઉપર ચૂંટણીની રીસ રાખી કાયદાકીય અને શારીરિક રીતે ઇરાદાપૂર્વક હેરાન કરવા અંગેની ફરિયાદો એક પછી એક બની રહી હોવાની જિલ્લા કોંગ્રેસે DSP ને રજુઆત કરી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, હસુ પટેલ સહિત આગેવાનોએ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજુઆતમાં જમાવ્યું છે કે, ઘણી જગ્યાઓએ ફરીયાદી તરીકે કોંગ્રેસ કાર્યકરોની ફરીયાદ કાયદેસર રીતે નોંધવામાં આવતી નથી. જ્યારે BJP ના દબાણ હેઠળ ઘણી જગ્યાએ ખોટા નામો આરોપી તરીકે દાખલ કરી કોંગી કાર્યકરોને હેરાન કરાઈ રહ્યા છે.
કિસ્સા નંબર 1 : આમોદ તાલુકાના ઇખર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા રહે. ઈખર તાલુકો આમોદ ની ફરિયાદ આમોદ પોલીસ દ્વારા લેવામાં આવેલ નથી.
કિસ્સો 2 : આમોદ તાલુકાના ઇખર ગામના કોંગ્રેસ પક્ષના કાર્યકર મનિષા બેન જગદિશ ભાઈ વસાવાની ફરીયાદ આમોદ પોલીસ દ્વારા લેવામાં આવેલ નથી.
કિસ્સો 3 : ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામના મહિલા કાર્યકર અને તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ફાલ્ગુનીબેન ચેતનભાઈ પટેલ દ્વારા સી - ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જતા તેઓ સાથે પી.આઈ ઉનડકર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના દિને જ અપમાનજનક ટિપ્પણીઓ કરી ગુનો રજીસ્ટર્ડ થાય નહીં એમ જણાવેલ હતું. જેની વીડિયો કલીપની સીડી તેમજ અરજી બિડાણમાં સામેલ કરી SP ને અપાઈ હતી.
કિસ્સો 4 : વાલીયા તાલુકાના કનેરાવ ગામના કોંગ્રેસ કાર્યકર મુકેશભાઈ વસાવા ના ખેતરમાં બોરવેલ ઇલેક્ટ્રિક મોટર અને ડ્રીપ ને ચૂંટણીની અદાવત રાખી નુકસાન પહોંચાડેલ છે. જે અંગેનો ગુનો રજીસ્ટર્ડ થયેલ નથી. તેમજ આ વિસ્તારમાં વારંવાર આવા બનાવો બની રહયા છે. જે અંગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય એ હેતુથી ગુનેહગારોને શોધી કડકમાં કડક સજા થાય એ જરૂરી છે.
કિસ્સો 5 : વાગરા તાલુકાના ચોરવેલ ગામે કોંગ્રેસ પક્ષના કાર્યકર મહેબુબ બાબુ આદમ પટેલ ઉપર ભાજપના ઉમેદવાર ફિરોજાબેન ઐયુબભાઈ પટેલ હાર ભારી જતા મતદાનના બીજા દિવસે તેઓના ટેકેદારોએ હુમલો કરેલ જે અંગેની ફરિયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. જે અંગે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી ગુનેહગારોની ધરપકડ થવા કોંગ્રેસ માંગણી કરી છે.
વધુમાં આ ફરિયાદ થતા સામે પક્ષે આરોપીઓ ભાજપ પક્ષના હોય સત્તાનો દુર ઉપયોગ કરી સ્થાનિક પદાધિકારીઓ દ્વારા પોલીસ ઉપર રાજકીય પ્રેશર ઊભુ કરી ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે, જેથી 1 માર્ચની FIR ખોટી હોય રદ કરી ન્યાય આપવા માગણી કરાઈ છે.
કિસ્સા 1 થી 4 માં તાતકાલિક આપની કક્ષાએથી ગુનો નોંધી અરજદારોને ન્યાય મળે એ માટે જરૂરી સુચનાઓ થવા ઘટતુ કરવા તેમજ કિસ્સા નંબર 5 માં ફરીયાદી મહેબુબ બાબુ આદમ પટેલ ની ફરીયાદ અંગે ગુનેહગારોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી થાય તેમજ ભાજપના ઈશારે ઉપજાવેલી ખોટી ફરીયાદ રદ થાય એ માટે ઘટતું કરવા કોંગ્રેસ આવેદન આપ્યું હતું.