ભાવનગર શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે
શહેરમાં આખલાના આંતકનો એક શોકિંગ વીડિયો સામે આવ્યો
ઘરની બહાર નિકળતાં જ આખલાએ આધેડને 10 ફૂટ ઢસડ્યા, 30 સેકન્ડ સુધી કર્યો જીવલેણ હુમલો
પરિવારજનો અને આસપાસના લોકો મદદે દોડી આવતા આધેડનો જીવ બચ્યો
WatchGujarat. રાજ્યના મોટા મોટા શહેરોમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. સામાન્ય લોકો માટે હવે આ એક મોટી સમસ્યા બની ગઈ છે. જેમાં ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો દ્વારા તંત્રને આ મામલે અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ રખડતા ઢોર પકડવાનો દાવો પોકળ સાબિત થાય છે. આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં શહેરના એક આધેડ વ્યક્તિ પર આખલાએ જીવલેણ હુમલો કર્યો હતો.
https://youtu.be/g08J0GV_HBo
30 સેકન્ડ સુધી આધેડ પર આખલાએ જીવલેણ હુમલો કર્યો
રકડતાં ઢોરોનો ત્રાસ હવે લોકો માટે જીવલેણ સાબીત થઈ રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક આધેડને ઘરની બહાર નિકળતાંની સાથે જ આખલો જીવલેણ હુમલો કરે છે. મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારમાં આખલા દ્વારા આધેડ પર કરાયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક આખલો રોડ પર એક ઘર નજીક ઉભો છે. જે રસ્તા પર અવર જવર કરતાં લોકોને અડફેલે લેવાની ફિરાકમાં છે. એવામાં એક આધેડ ઘરની બહાર જેવા નીકળ્યા એવા આખલાએ પોતાના શિંગડામાં ઉંચકી લીધા અને થોડાક અંતર સુધી ઢસડ્યા, ત્યારબાદ આધેડને નીચે જમીન પર પાડી દઈ 30 સેકેન્ડ સુધી તેની પર હુમલો કરતો રહ્યો હતો.
બચાવવા આવેલી મહિલાએ પણ અડફેટે લઈ પાડી લીધી
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આખલો સતત આધેડ પર પગ અને શિંગડા વડે હુમલો કરે છે. આ દરમિયાન વ્યક્તિના પરિવારજનો બચાવ માટે આવે છે. જ્યાં આધેડને બચાવવા જતા એક મહિલાને પર પણ આખલાએ હુમલો કરી પાડી દીધી હતી. પરિવારજનો દ્વારા આધેડને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આખલો તેમના પર હુમલો કરવા પ્રયાસ કરે છે. સદનસિબે આસપાસના લોકો લાકડી લઈને આવતા આધેડનો જીવ બચ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરના કાળાનાળા, જશોનાથ સર્કલ, શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, ચિત્રા રોડ, સંત કવરામ ચોક, મહિલા કોલેજ, કેર્સંટ સર્કલ સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ રોડ પર અડીંગો જમાવી બેસી જતા હોય છે, તેથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મૂશ્કેલી સામનો કરવો પડે છે. આ ઘટનામાં પણ આખલો એક આધેડને ઘરની બહાર નિકળતાં જ પોતાના શિંગડામાં ઉંચકી લે છે, અને ઢસડીને આશરે દસ ફૂટ દુર લઇ જઇ પોતાના શિંગડા અને પગ વડે ખુંદી નાખે છે. જોકે, સદનસીબે ઘરમાંથી પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવતાં આધેડનો જીવ બચી જાય છે.
ત્યારે શહેરના રસ્તાઓ પર રખડતાં ઢોરને પકડવાની કામગીરી અંગે તંત્રના દાવા આવી ઘટનાઓ સામે આવતા પોકળ સાબિત થાય છે. મહત્વનું છે કે આ અગાઉ પણ રાજ્યના અનેક વિસ્તારોમાંથી રખડતાં ઢોરના હુમલાની ઘટનાઓ સામે આવી છે. તંત્રની આવી બેદરકારી ક્યારેક લોકો માટે જીવલેણ બની શકે છે.