WatchGujarat: દેશમાં પોસ્ટમોર્ટમ અને પીએમ કરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે દેશમાં હવે સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે આ અંગે જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં હવે સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. પોતાના આ નિર્ણયમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોઈપણ શંકાને દૂર કરવા અને કાયદાના ઈરાદા માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે હોસ્પિટલો પાસે રાતે પીએમ કરવાની સુવિધા છે. તે સૂર્યાસ્ત પછી પણ પીએમ કરી શકશે.
અંગ્રેજોના સમયની વ્યવસ્થા સમાપ્ત! 24 કલાક થઇ શકશે પોસ્ટમોર્ટમ (Post-mortem)
PM @NarendraModi જી ના ‘Good Governance’ ના વિચારને આગળ વધારતા, આરોગ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે હોસ્પિટલોમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે તે હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ (Post-mortem) કરી શકશે.
अंग्रेजो के समय की व्यवस्था खत्म!
24 घंटे हो पाएगा Post-mortem
PM @NarendraModi जी के 'Good Governance' के विचार को आगे बढ़ाते हुए, स्वास्थ्य मंत्रालय ने निर्णय लिया है कि जिन हॉस्पिटल के पास रात को Post-mortem करने की सुविधा है वो अब सूर्यास्त के बाद भी Post-mortem कर पाएँगे।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 15, 2021
કેન્દ્ર સરકારે તે વાતની પણ જાણકારી આપી છે કે ક્યા મૃતદેહોનું રાત્રે પોસ્ટમોર્ટમ થશે નહીં. જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતી ન હોય ત્યારે પીએમ કરવામાં નહી આવે. એટલેકે હત્યા , આત્મહત્યા અને દુષ્કર્મ જેવા મામલે રાતે પોર્સ્ટમોર્ટમ કરવામાં નહી આવે. સરકારે પોતાના આ નિર્ણય વિશે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારોને જાણકારી આપી દીધી છે.
એક અધિકૃત સૂત્રએ જણાવ્યું હતું કે ટેકનોલોજીમાં ઝડપી પ્રગતિ અને સુધારણાને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને પોસ્ટમોર્ટમ માટે જરૂરી લાઇટિંગ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલોમાં રાત્રિના સમયે સ્વ-તપાસ કરવાનું શક્ય છે.