• કોરોનાની વેક્સીન લેવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રાખવાને કારણે કેટલાય લોકો વેક્સીન લેવા સક્ષમ નહિ હોવાનું અનેક લોકો માની રહ્યા છે
  • કો વિન એપ્લીકેશનમાં વિગતો ભરવા સહિતની માહિતી અંગ્રેજી સહિત ગણતરીની ભાષાઓમાં ઉપલબ્ધ
  • રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે, તે યથાવત છે – આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ

WatchGujarat. કોરોનાની વેક્સીન લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પોટ રજીસ્ટ્રેશનની નવી નિતી જાહેર કરવામાં આવી હતી. જેને લઇને કેટલાક લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા રસી આપવાની પ્રક્રિયાનો આખરી નિર્ણય રાજ્ય સરકાર પર ઢોળવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના અગ્રસચિવ જયંતિ રવિએ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ થકી જ કોરોનાની વેક્સીન આપવામાં આવશે.

કોરોનાની વેક્સીન લેવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રાખવાને કારણે કેટલાય લોકો વેક્સીન લેવા સક્ષમ નહિ હોવાનું અનેક લોકો માની રહ્યા છે. વેક્સીન લેવા માટે એપોઇન્ટમેન્ટ કો વિન એપ્લીકેશન પર ઓનલાઇન લેવી પડે છે. કો વિન એપ્લીકેશનમાં વિગતો ભરવા સહિતની માહિતી અંગ્રેજી સહિત ગણતરીની ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેને કારણે દેશના તમામ નાગરીકો તેનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતીમાં નથી. તેવા સમયે કોરોનાની વેક્સીન લેવા માટે નું રજીસ્ટ્રેશન ઓફલાઇન કરવામાં આવે તેવી માંગ ધારાસભ્યો સહિતના અનેક લોકોએ ઉઠાવી હતી.

સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશ ઓફલાઇન એટલે કે સ્થળ પર જ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે નિર્ણયનું અમલીકરણ રાજ્ય સરકાર પર ઢોળી દેવામાં આવ્યું હતું. સ્પોર રજીસ્ટ્રેશન થકી લેવામાં આવેલા નિર્ણયને અનેક લોકોએ વધાવ્યો હતો. અને આ નિર્ણય દ્વારા તમામ લોકોને ઝડપથી રસી મુકી શકાશે તેવું માનવામાં આવી રહ્યું હતું.

પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ મીડિયાને જણાવ્યું હતું કે, રોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18 – 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે ઉમેર્યું હતું છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે. તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud