• શિનોર-સેગવા માર્ગ ઉપર મોટા ફોફડીયા પાસે હોસ્પિટલ અને શાળા સામ સામે આવેલી હોય બમ્પ બનાવી આગળ ઝીબ્રા ક્રોસિંગના (Zebra Crossing) પટ્ટા પડાયા હતા
  • રસ્તા ઉપર લગાવેલો ડામર ધસી પડતા સફેદ પટ્ટા ખસતા ગ્રામજનોમાં અચરજ
  • રસ્તાની હલકી કામગીરીમાં અત્યાર સુધી ગરમીમાં ડામર પીગળતા જોયો હશે, આ તો આખો રસ્તો જ ડામરના લેયર સાથે આગળ ખેંચાઈ ગયો

WatchGujarat. દર વર્ષે ચોમાસુનો લાભ કહો કે ગેરલાભ ઉઠાવી કોન્ટ્રાક્ટરો રસ્તાના કામોમાં થતી ગોબચારીમાંથી બચી જઈ ભ્રષ્ટાચારની તેમની દુકાન તંત્રની મિલીઝુલી સરકારમાં હાકયે રાખે છે. લાખો-કરોડોના ખર્ચે બનેલા માર્ગો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જાય છે. જેનું ફરીથી પેચવર્ક સહિત રીનોવેશન કે નવીનીકરણના નામે ફરી એજ કટકીનો કારોબાર ચાલતો રહે છે.

Gujarat, Shinor-segva mota fofadiya Road Zebra crossing
Gujarat, Shinor-segva mota fofadiya Road Zebra crossing, Vadodara District

ચોમાસામાં ધોવાતા રસ્તા દિવાળી ટાણે નવા બન્યા બાદ ગરમી શરૂ થતાં જ પીગળવાના શરૂ થઈ જાય છે, જેમાં માર્ગ બનાવવામાં હલકી ગુણવત્તા અને ડામરનો ઓછો વપરાશ સહિતની હકીકતો પોલ ખોલે છે, જોકે ડામર પીગળવામાં પણ દોષારોપણ આકરી ગરમી ઉપર કરવામાં આવે છે.

અને કહેવાય છે કે હિટવેવ અને આકરી ગરમીએ રસ્તા ઉપરનો ડામર પણ પીગળ્યો. આ તો થઈ વર્ષોથી આપણે પ્રત્યક્ષ જોયેલી, અનુભવેલી હકીકત પણ ક્યારે તમે એ જોયું છે કે આંખે આખું ડામરનું લેયર જ માર્ગ ઉપરથી ખસી જાય.

ગતિશીલ ગુજરાતમાં અઢી ફૂટ ડામરનું લેયર આગળ માર્ગ ઉપર આગળ વધી જવાનો અજીબો ગરીબ કિસ્સો શિનોર-સેગવા રાજ્ય ધોરી માર્ગ પર બહાર આવ્યો છે. મોટા ફોફડીયા પાસે એક તરફ શાળા અને સામે હોસ્પિટલ આવેલી હોય માર્ગ ઉપર ખડખડીયા 3 બમ્પર બનાવાયા છે.

જેની આગળ જ રસ્તો ઓળગવા માટે ઝીબ્રા ક્રોસિંગ એટલે કે 9 સફેદ પટ્ટા પાડવામાં આવ્યા છે. રસ્તાની એક લેનમાં આ 9 ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોઢ ફૂટથી આગળ વધી જતાં સ્થાનિક ગ્રામજનોમાં અચરજ વચ્ચે ભારે આશ્ચર્ય ફેલાયું છે.

Gujarat, Shinor-segva mota fofadiya Road Zebra crossing
Gujarat, Shinor-segva mota fofadiya Road Zebra crossing, Vadodara District

કેટલાક ભોળા ગ્રામજનો આ ઘટનાને કુદરતી ઘટના સાથે જોડી રહ્યા છે તો કેટલાક અને અજીબોગરીબ ચમત્કાર ગણાવી રહ્યા છે. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ આગળ વધી ગયેલા સફેદ પટ્ટા જોઈ બે ઘડી થંભી જઈ વિચારતા થઈ જાય છે.

જોકે આ સમગ્ર ઘટના પાછળ માત્ર ભ્રષ્ટાચાર અને રોડ બનાવવામાં ઉતારેલી વેઠ જ કારણભૂત છે. જે સ્થળે આ ઘટના બની છે ત્યાં ઢાળ છે , એટલે માર્ગ બનાવતા વ્યવસ્થિત પુરાણ, દબાણ, પેચવર્ક અને ડામર કામ નહીં કરાયું હોવાથી ભારે વાહનો લગાતાર પસાર થતા ભારે ગરમીમાં ડામરનો ભાગ ઢાળના પગલે આગળ ધસતો રહ્યો હતો.

એક સમય એવો આવ્યો કે તે અઢી ફૂટ થી પણ વધુ આગળ જતો રહ્યો આ ખામી સફેદ પટ્ટા દોરેલા હોવાથી હાલ પકડાઈ છે. ડામર ધસતા સફેદ પટ્ટા આગળ ફેલાતા જતા આ ઘટના આંખે ઉડીને લોકોના આંખે વળગી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud