જિલ્લાની 8 ઔદ્યોગિક વસાહત સાથે પ્રભારી સચિવ શાહમીના હુસેનની બેઠક
સંક્રમણ અટકાવવા દરેક કંપનીમાં ટેસ્ટિંગ અને વેકસીનેશન કેમ્પ રાખવા સૂચન
કંપનીઓમાં કોરોના વોરિયર્સ અધિકારીની નિમણુંક કરી તે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરાવે
જરૂરી હોય તેવા કિસ્સામાં વર્ક ફ્રોમ હોમનું અમલીકરણ કરાવો
ઉધોગોમાં અને કર્મચારીઓ થકી લોકોમાં સંક્રમણ ન ફેલાઈ તે માટે ખાસ ઝુંબેશ
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને નાથવામાં ઉદ્યોગોનો તંત્રને પૂરતો સહયોગ મળશે : AIA પ્રમુખ રમેશ ગાબાણી
WatchGujarat. કાતિલ બનતા કોરોના સામે હવે માસ્ક સંક્રમણ ફેલાતું અટકાવવા અને ઔદ્યોગિક નગરી ભરૂચ જિલ્લામાં કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને તે થકી પરિવાર કે અન્ય લોકો સંક્રમિત ન બને તે માટે વિશેષ ભાર મુકાયો છે. ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેને જિલ્લાની 8 ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ અને મંડળો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં દરેક કંપનીમાં કોરોના વોરિયર્સ અધિકારીની નિમણુંક કરી કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા સૂચનાઓ આપી છે.
ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને સોમવારે બપોરે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવે ઉદ્યોગોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં કોરોના ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખવાની રહેશે. દરેક ઔદ્યોગિક એકમોમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
દરેક કંપનીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કોરોના વોરિયર્સ અધિકારીની નિમણૂંક થાય જે કોવિડ અંગેની સમગ્ર બાબતોનું ધ્યાન રાખી શકે. દરેક કંપનીમાં દરેક કર્મચારી ફરજિયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ સાથે કામ કરતો હોવો જોઈએ. કેટલાક કિસ્સામાં વર્ક ફોર હોમનું અમલીકરણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. જિલ્લાની તમામ કંપનીમાં ટેસ્ટીંગ અને વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવે તેની પર ખાસ ભાર મુકી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહકારની અપેક્ષા સેવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક એસોસીએશનના પ્રમુખ રમેશ ગાબાણીએ કોરોનાની મહામારીને નાથવા માટે ઔદ્યોગિક એકમોનો પુરતો સહયોગ મળી રહેશે તેવી ખાતરી આપી હતી.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, અંકલેશ્વર, ભરૂચ, પાનોલી, દહેજ, વિલાયત અને ઝઘડીયા એસોસિએશનના આગેવાન હોદ્દેદારો સહિત નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નોડલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.