• કરજણ હાઇવે પર આવેલા કંડારીથી માંગલેજ ગામ વચ્ચે નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત
  • ત્રણેય યુવાનો હેલ્મેટ વિના એક જ બાઇક ઉપર સવાર હતા.
  • પુરઝડપે જઇ રહેલી યુવાનોની બાઇકને વાહને અડફેટે લેતા સર્જાયો કમકમાટી ભર્યો અકસ્માત


WatchGujarat  કરજણ સ્થિત નેશનલ હાઇવે નં-48 પરના કંડારી અને માંગલેજ ગામ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક જ બાઇક પર સવાર ત્રણ યુવાનોને વાહને અડફેટે લેતા અકસ્માતે સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેય યુવાનોના માથા ફાંટી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, નેશનલ હાઇવે પર આવેલા કરજણ સ્થિત કંડારી અને માંગલેજ વચ્ચે બપોરે 3:30 વાગ્યાની આસપાસ ત્રણ યુવાનો વડોદરા પાસીંગની બાઇક લઇ કરજણ તરફ જઇ રહ્યાં હતા. જોકે આ બાઇક ચાલક યુવાન પુરઝડપે હાઇવે પરના ફસ્ટ ટ્રેક પર પોતાની બાઇક હંકારી રહ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાતા બાઇક પર સવાર ત્રણેય યુવાનો ધડાકાભેર રસ્તા પર પટકાતા ત્રણેયના માથા ફાંટી જતા ઘટના સ્થળે જ મોત તમામના મોત નિપજ્યાં હતા. બનાવની જાણ સ્થાનિકો અને રાહદરીઓ દ્વારા 108 એમ્બયૂલન્સને કરવામાં આવી હતી. અકસ્માતને પગલે હાઇવ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, બાઇક સવાર ત્રણેય યુવાનોએ હેલ્મેટ પહેર્યું ન હતુ. જેથી અકસ્માતમાં ત્રણેય યુવાનોના માથા ફાંટી તેઓના મોત નિપજ્યાં હતા. આ યુવાનો વડોરા પાસીંગની બાઇક લઇ કરજણ તરફ જઇ રહ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે આ ત્રણેય યુવાનોની ઓળખ છતી કરવા પોલીસે કવાયત શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud