• પનાસ ગામ ખાતે રહેતો 11 વર્ષીય બાળક બે દીવસ અગાઉ ઘર નજીક રમી રહ્યો હતો
  • સજા કાપી રહેલા આરોપીએ સાળાને ફરવાનું બહાનું આપી લઇ ગયો
  • ત્યાર બાદથી બાળક ગુમ તથા પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી

WatchGujarat. સુરતમાં દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલો આરોપી પેરોલ જમ્પ પર બહાર આવ્યો હતો અને બાદમાં સાળાને ફરવા લઇ જવાના બહાને તેનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી. આ મામલે ખટોદરા પોલીસે તપાસ શરુ કરી છે.

બાળક ગુમ થયો હતો

ઘટના અંગે મળતી માહિતી મુજબ પનાસ ગામ ખાતે રહેતો 11 વર્ષીય બાળક બે દીવસ અગાઉ ઘર નજીક રમી રહ્યો હતો. જેને  ડબલુંસિગ રાજપૂત નામનો ઇસમ ફરવા લઇ જવાના બહને લઇ ગયો હતો. બાદમાં માસુમ પરત ફર્યો ન હતો. જેથી ઘરના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ માસુમ નો ક્યાંય પતો લાગ્યો ન હતો. જેથી આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. દરમ્યાન માસુમને ફરવા લઇ જનાર ડબલુંસિંગ રાજપૂત પણ ગુમ થઇ ગયો હતો જેથી તેના પર શંકાની સોઈ ઘેરાઈ હતી.

ડુમસમાંથી બાળકની મળી લાશ

બીજી તરફ સુરતના ડુમસ વિસ્તારમાં પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે સાઈલેંટ ઝોન પાસેથી દુર્ગધ આવતા પીસીઆરવાનના કર્મચારીઓએ તપાસ કરી હતી. જ્યાંથી એક બાળકની લાશ મળી આવી  હતી. જેથી આ મામલે ડુમસ પી.આઈ.ને જાણ થઇ હતી અને તેઓએ ઘટના સ્થળે આવી તપાસ કરી હતી. પોલીસ તપાસમાં બાળકની લાશ ગુમ થયેલા અંશની હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે ખટોદરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.

દુષ્કર્મ કેસમાં સમાધાન કરવા સગા સાળાની હત્યા

પ્રેમલગ્ન કરનાર ડબલુંસિંગ ડબલુંસિંગ રાજપૂત બળાત્કારના કેસમાં કોર્ટએ આજીવન કેદની સજા થઈ હતી. હત્યારો લાજપોર જેલમાં હતો. 5 દિવસ પહેલા આરોપી  પેરોલ પર છૂટ્યો  હતો. હત્યારો બળાત્કારના કેસમાં સમાધાન કરવા મૃતક બાળકના પરિવારજનોને દબાણ કરતો હતો. જેનો બદલો લેવા માટે સાળાની હત્યા કરી હોય એવી પોલીસને આશંકા છે.

આરોપીના સાથીદારોને પણ પોલીસ ઉંચકી લાવી હતી

અપહ્યતને હેમખેમ શોધી કાઢવા કમરકસી રહેલી ખટોદરા પોલીસે લાજપોર જેલમાં ડબલુંસીગ સાથે પેરોલ પર છુટેલા તેના સાથી કેદીઓની માહિતી મેળવી હતી. અને પોલીસ ત્રણ કેદીઓને ઉચકી લાવી હતી અને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા. આ દરમ્યાન ડબલુંસિંગએ એક આરોપીને ફોન કરીને કહ્યું હતું કે બાળકને મારીને તેની લાશને દરિયા કિનારે ફેકી દીધી છે. જેથી પોલીસે ડુમસ , હજીરા, ઈચ્છાપોર પોલીસની મદદ લઈને તપાસ કરી હતી દરમ્યાન બાળકનો મૃતદેહ ડુમસ સાયલેંટઝોનમાંથી મળ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud