• ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં તસ્કર સ્ટાફની હાજરીમાં આવી થેલીમાં કોરોના ટેસ્ટ કીટ ચોરી ગાડીમાં ફરાર થયો
  • જમાલપુર વર્કશોપ પાસે સુરતના કિમડુંગરા ગામેથી શાકભાજી વેચવા આવેલા શખ્સની ગાડીમાંથી ગવાર અને ચોળી શાકભાજીના પોટલાં ચોરાયા

WatchGujarat શહેરમાં ચોરીના કિસ્સો વધ્યા છે. તો બીજી તરફ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતી વસ્તુઓ પણ બદલાઈ છે. સામાન્ય રીતે મોબાઇલ, દુકાનમાંથી વસ્તુઓ, રોકડ રકમ, સોનાની વસ્તુઓની ચોરી થતી હોય છે. પરંતુ બે દિવસમાં અમદાવાદમાં અલગ જ ચોરીના બનાવ બન્યા છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી અજાણી વ્યક્તિ લાખો રૂપિયાની કોરોના ટેસ્ટની કિટના 16 બોક્સની ચોરી કરી ગાડીમાં ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજા કિસ્સામાં જમાલપુર વર્કશોપ પાસે સુરતના કિમડુંગરા ગામેથી શાકભાજી વેચવા આવેલા શખ્સની ગાડીમાંથી ગવાર અને ચોળીના પોટલાં ચોરી બે શખ્સ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. બંને બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં કોરોનાના કેસોસતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાના ટેસ્ટિંગ વધારવા ડોમ પણ વધુ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે. જ્યાં કોરોનાના ટેસ્ટિંગ માટે કીટ લાવીને રાખવામાં આવી છે. ઘાટલોડિયા વોર્ડ અને આસપાસના વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ડોમમાં આ કીટ હેલ્થ સેન્ટર પરથી પહોંચાડવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટરમાં ઉત્તર-પશ્ચિમ ઝોનની ઓફિસથી કોરોના ટેસ્ટની કીટ લાવી રાખી હતી. ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માં રાખેલી ટેસ્ટિંગ કીટના બોક્સને એક લાલ થેલીમાં ભરી લઈ બહાર નીકળ્યો હતો.

જેથી ડોકટરો અને સ્ટાફે પીછો કરતા શખ્સ ભાગવા લાગ્યો હતો અને ગાંધીનગર પાસિંગની એક અલ્ટો કારમાં બેસી સતાધાર ચાર રસ્તા તરફ ફરાર થઈ ગયો હતો. આસપાસના અર્બન હેલ્થ સેન્ટરમાં કીટ લઈ જવા બાબતે પૂછતાં તેઓ નથી લઈ ગયા તેમ જણાવાયું હતું. કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી ફરાર થઈ જતા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. પવન પટેલે આ મામલે ચોરીની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજા બનાવની વાત કરીએ તો તાપીના કટાસણ ગામે રહેતા આશિષ ગામીત ભાડે ગાડીના ફેરા કરે છે. બે દિવસ પહેલા સુરતના કિમડુંગરા ગામેથી તરુણ ચૌધરીનું ગવારનું શાકભાજી બોલેરો ગાડીમાં ભરી અમદાવાદ જમાલપુર APMCમાં વેચવા ડ્રાઇવર સાથે આશિષ આવ્યો હતો. મોડી રાતે ત્રણ વાગ્યે જમાલપુર AMTS બસ વર્કશોપ બહાર ઉભી રાખી તેઓએ ગાડીમાં બેઠા હતા. દરમિયાનમાં બે શખ્સ રીક્ષા લઈને આવ્યા હતા.

બંને ગાડીના પાછળ ચડી અને રીક્ષામાં શાકભાજીના પોટલાં ભરતા હતા. આ ચોરી કરતા ડ્રાઇવર જોઈ જતાં તેઓને રોક્યા હતા. બંને શખસોએ ઝપાઝપી કરી હાથમાંથી પોટલા ઝુંટવીને નાસી ગયા હતા. ગવારના પાંચ અને ચોળીનું એક એમ કુલ 6 પોટલાં રૂ. 7500ના ચોરી ફરાર થઈ જતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud